Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પૂર્વે ટિકિટને લઇને ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. સતત સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કોઇને કોઇ નેતા ટિકિટ ન મળવાના કારણે નારાજ થયા છે. તો બીજી તરફ ભાજપમાં દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપ (BJP)ની ઉમેદવારોની પ્રથમ યાદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે  પ્રથમ યાદી કરી જાહેર  જાણો કોને મળી ટિકિટ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પૂર્વે ટિકિટને લઇને ચર્ચાઓ ખૂબ જ તેજ બની છે. સતત સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કોઇને કોઇ નેતા ટિકિટ ન મળવાના કારણે નારાજ થયા છે. તો બીજી તરફ ભાજપમાં દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 
ગુજરાત ભાજપ (BJP)ની ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરવામાં આવી છે. આમ તો મોડી રાતથી નક્કી થયેલા ઉમેદવારોને દિલ્હીથી ફોન આવી ગયા હતા પણ ભાજપે દિલ્હીમાં સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી
Advertisement

  • ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ
  • અબડાસા - પ્રદ્યુમનસિંહ જાડેજા
  • માંડવી (કચ્છ) - અનુરૂદ્ધ દવે
  • ભૂજ - કેશુભાઇ પટેલ
  • અંજાર - ત્રિકમ છાંગા
  • ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી
  • રાપર - વિરેન્દ્રસિંહ જાડેજા
  • દસાડા - પી.કે.પરમાર
  • લિંબડી - કિરીટસિંહ રાણા
  • વઢવાણ - જીજ્ઞાબેન પંડ્યા
  • ચોટીલા - શામજી ચૌહાણ
  • ધ્રાંગધ્રા - પ્રકાશ વરમોરા
  • મોરબી - કાંતિ અમૃતિયા
  • ટંકારા - દુર્લભજી દેથરિયા
  • વાંકાનેર - જીતુ સોમાણી 
  • રાજકોટ પૂર્વ - ઉદય કાનગડ
  • રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતા શાહ 
  • રાજકોટ દક્ષિણ - રમેશ ટીલાળા
  • રાજકોટ ગ્રામ્ય - ભાનુબેન બાબરીયા 
  • જસદણ - કુંવરજી બાવળીયા 
  • ગોંડલ - ગીતાબા જાડેજા 
  • જેતપુર - જયેશ રાદડિયા 
  • કાલાવાડ - મેઘજી ચાવડા 
  • જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ 
  • જામનગર ઉત્તર - રીવાબા જાડેજા 
  • જામનગર દક્ષિણ - દિવ્યેશ અકબરી 
  • જામજોધપુર - ચિમન સાપરીયા 
  • ઘ્વારકા - પબુભા માણેક
  • પોરબંદર - બાબુ બોખીરીયા 
  • માણાવદર - જવાહર ચાવડા 
  • જૂનાગઢ - સંજયભાઇ કોરડીયા
  • વિસાવદર - હર્ષદ રિબડીયા
  • કેશોદ - દેવા મલમ 
  • માંગરોળ - ભગવાન કરગઠીયા 
  • સોમનાથ - માનસિંહ પરમાર
  • તાલાલા - ભગા બારડ
  • કોડીનાર - ડો. પ્રદ્યુમન વાજા
  • ઉના - કે.સી.રાઠોડ
  • ધારી - જે. વી. કાકડિયા  
  • અમરેલી - કૌશિક વેકરિયા
  • લાઠી - જનક તલાવિયા
  • સાવરકુંડલા - મહેશ કસવાલા
  • રાજુલા - હીરા સોલંકી 
  • તળાજા - ગૌતમ ચૌહાણ
  • ગારીયાધાર - કેશુ નાકરાણી 
  • પાલીતાણા - ભીખા બારૈયા
  • ભાવનગર ગ્રામ્ય -  પુરુષોત્તમ સોલંકી
  • ભાવનગર પશ્વિમ - જીતુ વાઘાણી
  • ગઢડા - શંભુપ્રસાદ ટુંડીયા 
  • બોટાદ - ઘનશ્યામભાઇ વિરાણી
  • નાંદોદ - ડૉ. દર્શનાબેન દેશમુખ વસાવા
  • જંબુસર -  ડી.કે.સ્વામી
  • વાગરા - અરુણસિંહ રાણા
  • ઝઘડીયા - રિતેશ વસાવા
  • અંકલેશ્વર - ઇશ્વરભાઇ પટેલ
  • ઓલપાડ - મુકેશ પટેલ
  • માંગરોળ - ગણપત વસાવા
  • માંડવી (સુરત) - કુંવરજી હળપતિ
  • કામરેજ - પ્રફુલ પાનસેરીયા
  • સુરત પૂર્વ - અરવિંદ રાણા
  • સુરત ઉત્તર - કાંતિ બલ્લર
  • વરાછા - કિશોર કાનાણી
  • કારંજ - પ્રવિણ ઘોઘારી
  • લિંબાયત - સંગીતા પાટીલ
  • ઉધના - મનુ પટેલ 
  • મજુરા - હર્ષ સંઘવી
  • કતારગામ - વિનુ મોરડીયા
  • સુરત પશ્વિમ - પૂર્ણેશ મોદી
  • બારડોલી - ઇશ્વર પરમાર
  • મહુવા (સુરત) - મોહન ઢોડિયા
  • વ્યારા - મોહન કોકણી
  • નિઝર - ડૉ. જયરામ ગામિત
  • ડાંગ - વિજય પટેલ 
  • જલાલપોર - રમેશ પટેલ 
  • નવસારી - રાકેશ દેસાઈ 
  • ગણદેવી - નરેશ પટેલ
  • વાસંદા - પિયુષ પટેલ 
  • ધરમપુર - અરવિંદ પટેલ    
  • વસલાડ - ભરત પટેલ 
  • પારડી - કનુ દેસાઈ 
  • કપરાડા - જીતુ ચૌધરી 
  • ઉમરગામ - રમણ પાટકર 
  • વાવ - સ્વુરુપજી ઠાકોર 
  • થરાદ - શંકર ચૌધરી 
  • ધાનેરા - ભગવાનજી ચૌધરી 
  • દાંતા - લઘુ પારઘી 
  • વડગામ - મણી વાઘેલા 
  • પાલનપુર - અનિકેત ઠાકર 
  • ડીસા - પ્રવિણ માળી 
  • દિયોદર - કેશાજી ચૌહાણ (ઠાકોર)
  • કાંકરેજ - કીર્તિસિંહ વાઘેલા 
  • ચાણસ્મા - દિલીપજી ઠાકોર 
  • સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત 
  • ઉંઝા - કિરીટ પટેલ (કે કે પટેલ)
  • વિસનગર - ઋષિકેશ પટેલ 
  • બહુચરાજી - સુખાજી ઠાકોર 
  • કડી - કરશન સોલંકી 
  • મહેસાણા - મુકેશ પટેલ 
  • વિજાપુર - રમણ પટેલ 
  • ઇડર - રમણલાલ વોરા 
  • ખેડબ્રહ્મા - અશ્વિન કોટવાલ 
  • ભિલોડા - પૂનમચંદ બરંડા 
  • મોડાસા - ભીખુ પરમાર 
  • બાયડ - ભીખીબેન પરમાર 
  • પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર 
  • દહેગામ - બલરાજસિંહ ચૌહાણ 
  • વિરમગામ - હાર્દિક પટેલ 
  • સાણંદ - કનુ પટેલ 
  • વેજલપુર - અમિત ઠાકર 
  • એલિસબ્રિજ - અમિત શાહ 
  • નારણપુરા - જીતેન્દ્ર પટેલ (ભગત)
  • નિકોલ - જગદીશ વિશ્વકર્મા 
  • નરોડા - ડો. પાયલ કુકરાણી 
  • ઠકરબાપાનગર - કંચનબેન રાદડિયા 
  • બાપુનગર - દિનેશ કુશવાહ 
  • અમરાઈવાડી - ડો. હસમુખ પટેલ 
  • દરિયાપુર - કૌશિક જૈન 
  • જમાલપુર-ખાડિયા -ભૂષણ ભટ્ટ 
  • મણિનગર - અમુલ ભટ્ટ  
  • દાણીલીમડા - નરેશ વ્યાસ 
  • સાબરમતી - ડો. હર્ષદ પટેલ 
  • અસારવા - દર્શનાબેન વાઘેલા 
  • દસક્રોઈ - બાબુ જમના પટેલ
  • ધોળકા - કિરીટસિંહ ડાભી 
  • ધંધુકા - કાળુભાઇ ડાભી 
  • ખંભાત - મહેશ રાવલ 
  • બોરસદ - રમણ સોલંકી 
  • આંકલાવ - ગુલાબસિંહ પઢીયાર 
  • ઉમરેઠ - ગોવિંદ પરમાર 
  • આણંદ - યોગેશ પટેલ (બાપજી)
  • સોજીત્રા - વિપુલ પટેલ 
  • માતર - કલ્પેશ પરમાર 
  • નડિયાદ - પંકજ દેસાઈ 
  • મહુધા - સંજયસિંહ મહિડા 
  • ઠાસરા - યોગેન્દ્રસિંહ પરમાર 
  • કપડવંજ - રાજેશ ઝાલા 
  • બાલાસિનોર - માનસિંહ ચૌહાણ 
  • લુણાવાડા - જીગ્નેશ સેવક 
  • સંતરામપુર - કુબેર ડીંડોર 
  • શેહરા - જેઠા આહીર (ભરવાડ) 
  • મોરવાહડફ - નિમિષાબેન સુથાર 
  • ગોધરા - સી. કે. રાઉલજી 
  • કાલોલ - ફતેસિંહ ચૌહાણ 
  • હાલોલ - જયદ્રસિંહજી પરમાર 
  • ફતેપુરા - રમેશ કટારા 
  • લીમખેડા - શૈલેષ ભાભોર 
  • દાહોદ - કનૈયાલાલ કિશોરી 
  • દેવગઢબારીયા - બચુ ખાબડ 
  • સાવલી - કેતન ઇનામદાર 
  • વાઘોડિયા - અશ્વિન પટેલ 
  • છોટા ઉદેપુર - રાજેન્દ્રસિંહ રાઠવા 
  • સંખેડા - અભેસિંહ તડવી 
  • ડભોઇ - શૈલેષ મેહતા (સોટા)
  • વડોદરા શહેર - મનીષાબેન વકીલ 
  • અકોટા - ચૈતન્ય દેસાઈ 
  • રાવપુરા - બાલકૃષ્ણ શુક્લા 
  • પાદરા - ચૈતન્યસિંહ ઝાલા 
  • કરજણ - અક્ષય પટેલ
  • મહુવા - શિવભાઈ ગોહિલ
  • ભરૂચ - રમેશ મિસ્ત્રી


Advertisement



2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા આ નેતાઓને ભાજપે ટિકિટ આપી  
ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), કુવરજી બાવડીયા (જસદણ), જવાહર ચાવડા (માણવદર), હર્ષદ રીબડીયા (વિસાવદર), ભગા બારડ (તાલાલા), અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા), જીતુ ચૌધરી (કપરાડા)ને ટિકિટ આપવામાં આવી છે. આ તમામ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીઘી છે. આ વર્ષે ગત વખતની યાદીમાંથી 84 નામ કપાયા છે. જ્યારે 160ની યાદીમાં 69 ઉમેદવારને રિપીટ કરાયા છે. 160 ઉમેદવારો પૈકી 14 મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. આ 160 ની યાદીમાં 4 ડૉક્ટર, 4 PHD ને ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. હજુ 22 નામ જાહેર કરવાના બાકી છે. 
રવિન્દ્ર જાડેજાની પત્નીને જામનગર ઉત્તર બેઠક પરથી મળી ટિકિટ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપે 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બાકીની 93 બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે.
કોંગ્રેસે  પ્રથમ યાદી જાહેર  કરી 

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે  43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પોરબંદર વિધાનસભાની બેઠક માટે અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા છે. જ્યારે દક્ષિણ રાજકોટ બેઠક પરથી હિતેશભાઈ વોરા અને ઝાલોદ બેઠક પરથી ડો.મિતેશ ગરાસીયા ચૂંટણી લડશે. તો ઘાટલોડિયા બેઠક રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આમ આદમી પાર્ટીએ બે  યાદી  જાહેર  કરી 
ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની 13મી યાદીમાં કુલ 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. એટલે કે કુલ 182માંથી આમ આદમી પાર્ટીએ 169 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ નવી યાદીમાં ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ પણ છે. આ બંને ઉમેદવારોના નામની જાહેરાત કેજરીવાલે સવારે ટ્વીટ કરીને કરી હતી.
ભારતીય ટ્રાયબલ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે. BTPદ્વારા 6  ઉમેદવારોની  વિધાનસભાની  સીટની  યાદી  જાહેર  કરવામાં આવી  આવી  છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા, સૌરભભાઈ પટેલ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગત ચૂંટણી પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.