Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાલનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પાંચ-પાંચ વખત જીત મેળવી છે, જાણો આ બેઠકનો ચૂંટણીલક્ષી ઇતિહાસ

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર બેઠક ચૂંટણીની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો રહ્યો છે. છેલ્લી બે ચૂંટણીઓથી અહીં કોંગ્રેસની જીત થઈ રહી છે. અગાઉ સતત પાંચ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને સફળતા મળી છે. આ વખતે કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર ભાજપે અનિકેત ઠાકરને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી તરફથી રમેશ નાભાણી àª
06:48 AM Dec 03, 2022 IST | Vipul Pandya
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર બેઠક ચૂંટણીની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો રહ્યો છે. છેલ્લી બે ચૂંટણીઓથી અહીં કોંગ્રેસની જીત થઈ રહી છે. અગાઉ સતત પાંચ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને સફળતા મળી છે. આ વખતે કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર ભાજપે અનિકેત ઠાકરને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી તરફથી રમેશ નાભાણી મેદાનમાં છે.
  
2017ની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સતત બીજી વખત આ સીટ જીતી હતી. કોંગ્રેસના મહેશકુમાર પટેલે ભાજપના લાલજીભાઈ પ્રજાપતિને 17,000 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી 12 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. અગાઉ 2012માં પણ કોંગ્રેસના મહેશ પટેલ અહીંથી જીત્યા હતા. આ બેઠક પર અત્યાર સુધી યોજાયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ અને ભાજપે પાંચ-પાંચ વખત જીત મેળવી છે. આ સાથે જ ત્રણ વખત વિજય અન્યના ખાતામાં ગયો છે. આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
બનાસકાંઠા જિલ્લામાં 2017માં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી
પાલનપુર બેઠક બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકોમાંથી એક છે. 2017માં કોંગ્રેસે જિલ્લામાં 9માંથી 5 બેઠકો જીતી હતી. આ સાથે જ ભાજપ 4  બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો  -  દેવગઢ બારીયામાં AAPને ઝટકો, 40 કાર્યકરો BJPમાં જોડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPCongressElectionElection2022electoralhistoryGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstPalanpurseat
Next Article