Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2017ની ચૂંટણીમાં હારેલા આ ઉમેદવારોને ભાજપે ફરી આપી ટીકિટ

ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. આજે ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી જેમાં ભાજપે ગઈ 2017મી વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો પર ભરોસો મુક્યો છે. ભરોસો મુકવા પાછળ સ્થાનિક પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા છે.આ નેતાઓ ગત ચૂંટણી હારી ગયા છતાં ટિકિટ મળીમોડાસા-ભીખુસિંહજી પરમારજમાલપુર ખાડિયા-ભૂષણભાઈ
2017ની ચૂંટણીમાં હારેલા આ ઉમેદવારોને ભાજપે ફરી આપી ટીકિટ
ગુજરાતમાં 15મી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. આજે ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી જેમાં ભાજપે ગઈ 2017મી વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો પર ભરોસો મુક્યો છે. ભરોસો મુકવા પાછળ સ્થાનિક પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા છે.
આ નેતાઓ ગત ચૂંટણી હારી ગયા છતાં ટિકિટ મળી
  • મોડાસા-ભીખુસિંહજી પરમાર
  • જમાલપુર ખાડિયા-ભૂષણભાઈ ભટ્ટ
  • ધંધૂકા-કાળુભાઈ ડાભી
  • બાલાસિનોર-માનસિંહ ચૌહાણ
  • દાહોદ-કનૈયાલાલ કિશોરી
  • આણંદ- યોગેશભાઈ પટેલ
  • માંગરોળ-ભગવાનજીભાઈ કરગઠિયા
  • તળાજા-ગૌતમભાઈ ચૌહાણ
  • થરાદ-શંકરભાઈ ચૌધરી
  • સોજિત્રા-વિપુલભાઈ પટેલ
  • રાજુલા-હિરાભાઈ સોલંકી
શંકરભાઈ ચૌધરી-થરાદ
ગત વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને ભાજપે થરાદ બેઠક પરથી ટિકિટ આપી છે. ઉત્તર ગુજરાતના દિગ્ગજ આ નેતા મતદારોમાં સારૂ પ્રભુત્વ ધરાવે છે. તેમને વાવ વિધાનસભાની જગ્યાએ થરાદ બેઠક પરથી ભાજપ ચૂંટણી લડાવશે.
ગૌતમભાઈ ચૌહાણ-તળાજા
ભાવનગર જિલ્લાની ભાજપની પરંપરાગત તળાજા બેઠકમાં ગત 2017ની ચૂંટણીમાં ગૌતમભાઈ ચૌહાણની કોંગ્રેસના કનુભાઈ બારૈયા સામે હાર થઈ હતી. તળાજા બેઠકમાં ગત 2017ની ચૂંટણીમાં અપસેટ સર્જાયો હતો કારણ કે કોળી સમાજનું પ્રભુકત્વ હોવા છતાં અહીંથી બ્રાહ્મણ ઉમેદવાર જીત્યા હતા. આ વખતે ભાજપે ફરી ગૌતમભાઈ ચૌહાણ પર વિશ્વાસ મુક્યો છે કારણ કે કોળી સમાજનું આ વિસ્તારમાં ખાસ્સુ પ્રભુત્વ તથા તળાજાના સ્થાનિક વણઉકેલાયેલા પ્રશ્નોને લીધે લોકોમાં રોષ છે ત્યારે તેનો લાભ ભાજપને મળી શકે છે.
ભીખુસિંહજી પરમાર-મોડાસા
મોડાસા વિધાનસભા સીટ પરથી ભાજપે સહકારી આગેવાન ભીખુભાઈ પરમારને ટિકિટ આપી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભીખુસિંહજી પરમારની કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર સામે હાર થઈ હતી છતાં પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે કારણ કે ગત ચૂંટણીમાં તેમની માત્ર 1640 મતોના માર્જીનથી હાર થઈ હતી અને છેલ્લા પાંચ વર્ષ તેઓ સતત લોકોની વચ્ચે રહ્યાં છે અને તેના લીધે પાર્ટીએ તેમની પસંદગી કરી છે.
ભગવાનજીભાઈ કરગઠિયા-માંગરોળ
કૉંગ્રેસના કબ્જામાં રહેલી જૂનાગઢની માંગરોળ બેઠક પર ભાજપે ભગવાનજી કરગઠિયાને ટિકિટ આપી છે. 2017માં આ બેઠક પર કૉંગ્રેસના બાબુભાઈ વાજાની જીત થઈ હતી. ભાજપે 2017માં ભગવાનજી કરગઠિયાની હાર થયા બાદ પણ તેમના પર ભરોસો મુક્યો છે. ભગવાનજીભાઈ કરગઠિયા કોળી સમાજના આગેવાન છે.
વિપુલભાઈ પટેલ-સોજીત્રા
સોજીત્રા વિધાનસભા બેઠક પર ભાજપે આ વખતે ફરી વિપુલભાઈ પટેલને ટિકિટ આપી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ માધાભાઈ પરમારનો વિજય થયો હતો. તેમને 72,423 મતો મળ્યા હતા જ્યારે બીજા નંબરે વિપુલભાઈ પટેલ હતા જેમને 70,035 મતો મળ્યા હતા. ભાજપે ફરી તેમના પર વિશ્વાસ મુક્યો છે.
ભૂષણ ભટ્ટ-જમાલપુર-ખાડિયા
ભાજપનો ગઢ ગણાતી જમાલપુર ખાડીયા વિધાનસભા બેઠકમાં ગત 2017ની ચૂંટણીમાં ભાજપના ભુષણભાઈ ભટ્ટની ઈમરાન ખેડાવાલા સામે હાર થઈ હતી. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી. ભાજપ નેતા ભૂષણભાઈ ભટ્ટના પિતા અશોકભાઈ ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી. ભાજપે ભુષણભાઈ ભટ્ટ પર ફરી વિશ્વાસ મુક્યો છે.
કાળુભાઈ ડાભી-ધંધુકા
અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપે કાળુભાઈ ડાભીની પસંદગી કરી છે. ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજેશભાઈ ગોહિલ સામે તેમની હાર થઈ હતી છતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે.
હિરાભાઈ સોલંકી- રાજુલા, ખાંભા બેઠક
અમરેલી જિલ્લાની રાજુલા-ખાંભા-જાફરાબાદ વિધાનસભા બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો હતો. કોળી સમાજના પ્રભુત્વવાળી અને છેલ્લી 4 ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચુકેલા હીરાભાઈ સોલંકીની કોંગ્રેસના અમરિશ ડેર સામે હાર થઈ હતી. ગત ચૂંટણીમાં હાર છતાં ભાજપે હીરાભાઈ સોલંકીને ફરી ટિકિટ આપી છે કારણ કે આ સીટ પર કોળી સમાજનો દબદબો છે અને ચૂંટણીમાં હાર્યા બાદથી હિરાભાઈ સોલંકી સતત લોકોની વચ્ચે રહ્યાં અને કોળી સમાજમાં સારૂ પ્રભુત્વ હોવાથી તેમને ફરી ટિકિટ આપી છે.
યોગેશ પટેલ-આણંદ
આણંદ વિધાનસભા બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં ભાજપે યોગેશ પટેલને મેદાને ઉતાર્યા હતા પણ તેમની કોંગ્રેસના ઉમેદવાર કાંતિસોઢા પરમાર સામે હાર થઈ હતી. આ વખતે ભાજપે યોગેશભાઈ પટેલ પર ભરોસો મુક્યો છે.
માનસિંહ ચૌહાણ-બાલાસિનોર
મહિસાગર જિલ્લાની બાલાસિનોર બેઠક પરથી ભાજપે માનસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ સામે હારી ગયા હતા. ભાજપે આ વખતે તેમના પર વિશ્વાસ મુકી ફરી ટિકિટ આપી છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા 2017ની ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા.
કનૈયાલાલ કિશોરી-દાહોદ બેઠક
દાહોદ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાંથી ભાજપ ત્રણ વખત આ બેઠક જીતવામાં સફળ રહી છે. મોટાભાગે આ બેઠક પર કોંગ્રેસનું શાસન ચાલ્યું આવે છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના વજેસિંગભાઈ પણદાએ ભાજપના કનૈયાલાલ કિશોરીને હરાવ્યા હતા. દાહોદ જિલ્લાની ચાર વિધાનસભા પૈકી દાહોદ વિધાનસભા બેઠક પર મોવડી મંડળે ફરીથી એક વખત કનૈયાલાલ કિશોરી પર વિશ્વાસ મૂક્યો છે ગત ચૂંટણી માં 15,303 મત થી હારી ગયા હતા તેમ છતાં  પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂકી તેમને ઉમેદવાર બનાવ્યા છે આ વખતે દાહોદ ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા ડો. દિનેશ મુનીયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર તરીકે કનૈયાલાલ કિશોરી સામે કોને ઉતરશે તે જોવું રહ્યું.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.