દીવ-દમણમાં ફરવા જતા લોકો માટે મોટા સમાચાર, આ તારીખે લાગું થશે દારુબંધી
દીવ ( Diu)અને દમણ (Daman)ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ઇલેક્શન (Gujarat Election)મનાઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. હવે એ જોઈએ કઈ કઈ તારીખે દારૂબંધી રહેશે.પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તàª
10:29 AM Nov 19, 2022 IST
|
Vipul Pandya
દીવ ( Diu)અને દમણ (Daman)ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ઇલેક્શન (Gujarat Election)મનાઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. હવે એ જોઈએ કઈ કઈ તારીખે દારૂબંધી રહેશે.
પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. ત્યાર બાદ બીજા તબબકાના મતદાન પહેલા એટલે કે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 8તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂ બનધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article