ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરેન્દ્રનગરના વઢવાણ કોંગ્રેસમાં મોટો ફટકો,આ દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા રાજકીય પક્ષોમાં ગાબડા પડી રહ્યા છે. એક  પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં રાજનેતાઓ જોડાઈ રહ્યા છે. આ વચ્ચે વઢવાણમાં (Wadhwan) કોંગ્રેસનો (Congress) મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો સહિત 200 જેટલા સમર્થકો ભાજપમાં (BJP) જોડાઈ ગયા. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જતા વઢવાણ બેઠક પર મોટો ફટકો પડી શકે છે.કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પાર્
11:52 AM Nov 25, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા રાજકીય પક્ષોમાં ગાબડા પડી રહ્યા છે. એક  પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં રાજનેતાઓ જોડાઈ રહ્યા છે. આ વચ્ચે વઢવાણમાં (Wadhwan) કોંગ્રેસનો (Congress) મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો સહિત 200 જેટલા સમર્થકો ભાજપમાં (BJP) જોડાઈ ગયા. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જતા વઢવાણ બેઠક પર મોટો ફટકો પડી શકે છે.
કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પાર્ટી છોડી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના યુવા આગેવાન અને એડવોકેટ પ્રશાંત ભટ્ટ અને ગુજરાત કોંગ્રેસ અનુ.જાતિ ઉપપ્રમુખ દિલીપ ડગળા પોતાના અંદાજે 200થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, વઢવાણ બેઠકના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા, હિમાંશુ વ્યાસ સહિતનાઓ આગેવાનોએ ભાજપનો ખેસ પહેરાવી તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ઝટકા
નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નારાજ કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતુ અને ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ 2017 થી અત્યાર સુધીમાં કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. એવામાં પાર્ટી માટે પોતાના ધારાસભ્યોને બચાવવા મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે પક્ષના કાર્યકરો પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
આ પણ  વાંચો -  મોડેલ બૂથ, ઈકો ફ્રેન્ડલી બૂથ, આ ચૂંટણીમાં જોવા મળશે વિશેષરૂપે તૈયાર કરાયેલા પોલીંગ સ્ટેશનો, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article