Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રીની હાજરીમાં મોઢેરાના સૂર્યમંદિરમાં યોજાયો ભવ્ચ લાઈટ એન્ડ સાઉન્ડ શો, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે મોઢેરાના સૂર્યમંદિર (Sun Temple of Modhera)માં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું કર્યું લોકાર્પણ કર્યું હતુ. તેના કેટલાક મંત્રમુગ્ધ કરી દેતા ફોટો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયા છે.ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મોઢેરાને સોલર વિલેજ તરીકે જાહેર કર્યા બાદ મોઢેરાના સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડશોનું કર્યું લોકાર્પણ કર્યું હતુ
વડાપ્રધાનશ્રીની હાજરીમાં મોઢેરાના સૂર્યમંદિરમાં યોજાયો ભવ્ચ લાઈટ એન્ડ સાઉન્ડ શો  જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે મોઢેરાના સૂર્યમંદિર (Sun Temple of Modhera)માં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું કર્યું લોકાર્પણ કર્યું હતુ. તેના કેટલાક મંત્રમુગ્ધ કરી દેતા ફોટો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયા છે.


ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મોઢેરાને સોલર વિલેજ તરીકે જાહેર કર્યા બાદ મોઢેરાના સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડશોનું કર્યું લોકાર્પણ કર્યું હતુ. જેના પગલે સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઈટિંગ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ થયો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ પણ સહિત મંત્રીઓ પણ હાજર રહ્યા હતા


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મોઢેરાના સૂર્યમંદિરની સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થયા હતા. તેમણે સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ પણ માણ્યો હતો.

સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.


આ પ્રસંગે પારંપરિક વેશમાં પારંપરિક નૃત્યુ કરતા ડાન્સર પણ જોવા મળ્યા હતા.



આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મોઢેરાના ઐતિહાસિક વિરાસતની ઝાંખી દર્શાવામાં આવી હતી. તેમજ રોશનીથી મોઢેરાનું સૂર્ય મંદિર ઝળહળી ઉઠ્યું હતુ.



જેમા સૂર્ય મંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી તેમજ પ્રકૃતિના સંબંધની પ્રતિકૃતિ જોવા મળશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે 7 થી 8 કલાકના સમયગાળા દરમ્યાન રજૂ કરવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.