ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ચૂંટણી પહેલા આ ધારાસભ્યનો ખાડી પ્રવાસ: હોડીમાં બેસીને 300 મી. ખાડી પાર કરી

જેમ જેમ ગુજરાત ઇલેક્શન નજીક આવે છે તેમ તેમ પ્રજાના પ્રતિનિધિઓ લોકોના પ્રશ્ને લડવા મોરચો ખોલવા માંડ્યાં છે. હાલમાં તમામ પક્ષના ધારાસભ્યો હાલમાં સક્રિય દેખાઇ રહ્યાં છે.  આજે રાજુલા કોંગી ધારાસભ્ય અંબરીશભાઈ ડેર આજે રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાંચ બંદર ગામમાં બોટ પર મુસાફરી કરી ચાંચ ગામની મુલાકાતે પહોંચ્યા હતાં. ધારાસભ્યે કહ્યું કે સરકાર દ્વારા અહીં પુલ બનાવવાની રજૂઆતો ત
12:02 PM Oct 08, 2022 IST | Vipul Pandya
જેમ જેમ ગુજરાત ઇલેક્શન નજીક આવે છે તેમ તેમ પ્રજાના પ્રતિનિધિઓ લોકોના પ્રશ્ને લડવા મોરચો ખોલવા માંડ્યાં છે. હાલમાં તમામ પક્ષના ધારાસભ્યો હાલમાં સક્રિય દેખાઇ રહ્યાં છે.  આજે રાજુલા કોંગી ધારાસભ્ય અંબરીશભાઈ ડેર આજે રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાંચ બંદર ગામમાં બોટ પર મુસાફરી કરી ચાંચ ગામની મુલાકાતે પહોંચ્યા હતાં. ધારાસભ્યે કહ્યું કે સરકાર દ્વારા અહીં પુલ બનાવવાની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાના અહેસાસથી ધારાસભ્ય અંબરીશ ડેરે આજે બોટમાં મુસાફરી કરી જનતની આપવીતી જાણી હતી. 
રાજુલાના વિકટર બંદરથી ચાંચ બંદર ગામે ૩૦૦ મીટર દરિયાઇ ખાડી પાર કરવી પડે છે, જ્યારે એક અન્ય માર્ગ પણ છે પરંતુ આ રસ્તાનું અંતર નેશનલ હાઇવેથી ૨૫ કિલોમીટર જેટલું  થાય છે,  ચાંચ બંદરનાં વિકાસ માટે વિકટર બંદરથી ચાંચ બંદર સુધીનો ૩૦૦ મીટર દરિયાઇ ખાડી પર પુલ બનાવવાની વર્ષો જૂની માંગણી છે,  કોંગી ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા સરકાર અવારનવાર રજૂઆતો કરી ચૂક્યા છે તેમજ વિધાનસભા ગૃહમાં પણ અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ સરકાર દ્વારા ૩૦૦ મીટરનો પુલ બનાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતો નથી તેના કારણે લોકોને મહામુસીબતે દરિયાઇ ખાડી પાર કરવી પડે છે.
ઈમરજન્સીમાં હાલ રાજુલા પહોંચવા માટે ૫૦ કિલોમીટર અંદર કાપવું પડે છે જ્યારે દરિયાઇ ખાડી પર પુલ બનતા આ અંતર ફક્ત ૧૮ કિલોમીટર થઇ શકે જેથી રાજુલા તાલુકા મથક સુધી સરળતાથી પહોંચી શકાય તેમ છે 
ધારાસભ્યનું કહેવું છે કે સરકાર મહાનગરપાલિકાઓમાં કરોડોનાં ખર્ચે અવરબ્રિજ બનાવે છે, પરંતુ અહિયાં ૨૫ હજારની વસ્તીને ઉપયોગી બની શકે તેવા પુલનાં નિર્માણ રસ નથી. એટલે કાંઈક ને કાંઈક સરકાર ની દરિયાઇ પટ્ટીનાં ગામડાંઓ પ્રત્યે ઓરમાયું વર્તન કહી શકાય તેવા સરકારના અભિગમથી નારાજ છીએ. જો કે આજે  કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર  જાતે આ ખાડી વિસ્તારની મુલાકાતે ચાંચ બંદર ટાપુ ખાતે બોટ મારફત પહોંચ્યા હતા.
Tags :
300metersseabayChanchBandarCrossedthe300thbyboatGujaratElectionsGujaratFirstMLAAmrishDerVictorBandarinRajula
Next Article