રાપરમાં કોંગ્રેસ ઉમેદવારના ગુમ થવાના ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાપર તાલુકામાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે ઠેર ઠેર કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયેલ છે તેવા બોર્ડ બેનરો લગાડવામાં આવ્યા છે જો કોઈને રાપર કોંગ્રેસના ઉમેદવાર મળે તો જાણ કરજો કે વાગડ વાસીઓ છેલ્લા પાંચ વર્ષથી તમારી રાહ જોઈ જોઈને થાકી ગયા છે આજ સુધી તમે તમારા એક પણ વાયદા પૂરા નથી કર્યા તો હવે વોટ માંગવા સુ કામ આવોછો તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. મàª
10:21 AM Nov 18, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાપર તાલુકામાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે ઠેર ઠેર કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયેલ છે તેવા બોર્ડ બેનરો લગાડવામાં આવ્યા છે જો કોઈને રાપર કોંગ્રેસના ઉમેદવાર મળે તો જાણ કરજો કે વાગડ વાસીઓ છેલ્લા પાંચ વર્ષથી તમારી રાહ જોઈ જોઈને થાકી ગયા છે આજ સુધી તમે તમારા એક પણ વાયદા પૂરા નથી કર્યા તો હવે વોટ માંગવા સુ કામ આવોછો તેવા બેનરો લગાડવામાં આવ્યા છે.
મણદીબેન ભીખાભાઈ ગોહિલ સરપંચ રવ રવેચી ગ્રામ પંચાયત દ્વારા આવા બેનરો લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ઉલ્લેખનીય એ છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ અત્યાર સુધી મોટાભાગના વિસ્તારોમાં કામો નથી કર્યા તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે
ત્યારે આ વખતે જ્યારે સંતોકબેન ના પતિ બચુભાઈ આરેઠીયાને કોંગ્રેસ પક્ષે રાપર વિધાનસભામાં ટિકિટ આપી છે ત્યારે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article