અંબાજી કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોદીનું બોર્ડ ઊંધું લાગેલું જોવા મળ્યુ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ના પડઘમ વાગી ગયા છે અને દરેક બેઠક પર ઉમેદવારો જોરશોરથી હાઈટેક પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે, જેમાં 9 વિધાનસભા બેઠકો આવેલી છે, હાલમાં નવ બેઠક પૈકી સાત બેઠક કોંગ્રેસ પાસે છે અને બે બેઠક ભાજપ પાસે છે. ત્યારે જોવ
Advertisement
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ના પડઘમ વાગી ગયા છે અને દરેક બેઠક પર ઉમેદવારો જોરશોરથી હાઈટેક પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે, જેમાં 9 વિધાનસભા બેઠકો આવેલી છે, હાલમાં નવ બેઠક પૈકી સાત બેઠક કોંગ્રેસ પાસે છે અને બે બેઠક ભાજપ પાસે છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ વખતે મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપ (AAP) ને કેટલી બેઠક આપે છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો દાંતા તાલુકો પહાડી અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. ભાજપ, કોંગ્રેસ અને આપ અને અપક્ષ આમ કુલ ચાર ઉમેદવારો દાંતા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી છે, ત્યારે જોવાનું એ રહેશે કે મતદારો કઈ પાર્ટીના નેતાને વિધાનસભા મોકલે છે. 25 નવેમ્બરના રોજ અંબાજી ખાતે પુષ્પાવતી ધર્મશાળામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા પંચાયત પાલનપુરના પ્રમુખ વારકીબેન પારગીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોશી એ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, અંબાજી મંદિર પાછળનો ગેટ ભાજપ સરકાર ખોલતી નથી અને 300 જેટલા વેપારીઓ બેરોજગાર બની ગયા છે, ત્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને સરકાર પાસે માંગણીઓ કરવા માટે વિવિઘ અરજી અને આવેદનપત્ર આપવા પડે છે. તુલસીરામ જોષીએ મોરબી કાંડ પર ગુજરાતની ભાજપ સરકારને ઘેરી હતી. આ વક્તવ્ય દરમિયાન તેમણે સામે લાગેલા વડાપ્રધાન મોદીના ઉંધા બોર્ડ પર ટોણો મારીને ટિપ્પણી કરી હતી. અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખે માર્યો ટોણો કે મોદી સાહેબનું બોર્ડ ઊંધું થઈ ગયું આ જુઓ બોર્ડ સામે અને સભામાં બેસેલા લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. કાંતી ખરાડીએ જણાવ્યું કે, દાંતા વિસ્તારમાં મેં અગાઉ ઘણી વખત રજૂઆત કરીછે. ચૂંટાયા બાદ પણ તમારા કામો માટે લડતો રહીશ. કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે અનેકો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. દાંતા તાલુકામાં હજુ સુધી ચૂંટણીનો માહોલ જામ્યો નથી ત્યારે કાંતિ ખરાડીને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અંબાજી ખાતે હજુ સુધી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.