Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસારવા બેઠકની તસવીર અને તાસીર, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
અસારવા બેઠકની તસવીર અને તાસીર  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
અસારવા બેઠક પર  1990થી ભાજપનું એક હથ્થું શાસન 
રામજન્મ ભુમિ આંદોલન દરમિયાન ભાજપના વિઠ્ઠલ પટેલ આ સીટ ઉપર હિન્દુત્વના લહેર વચ્ચે જીત્યા હતા. ત્યાર પછી બીજેપીએ અહીં પાછું વળીને નથી જોયું નથી. સતત 2017 સુધી ચહેરોઓ બદલાતા રહ્યા પણ બીજેપીનું કમળ અહીં સતત ખીલતું રહ્યું હતું. ગુજરાતના રાજકિય  ઈતિહાસમાં વર્ષ 2022ની ચૂંટણી કંઇક અલગ ચિત્ર ઊભું કરી શકે તેવી શક્યતાઓ છે. કારણ કે આ વર્ષે માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં, પરંતુ અન્ય બે નવી પાર્ટી આમ આદમી પાર્ટી અને AIIMIM પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. તેથી આ વર્ષે રાષ્ટ્રીય પક્ષોની બેઠકનું ગણિત થોડું બદલાઇ શકે છે.આજે અમે તમને જણાવીશું અસારવા બેઠકના  (Asarva Assembly Constituency) વિશે
અસારવા બેઠકનો ઈતિહાસ
મુંબઈ રાજ્યથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં અસારવા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મંગળદાસ પંડ્યા ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 1967માં એમ ટી શુકલા, વર્ષ 1972માં મગનભાઈ બારોટ, વર્ષ 1975માં લક્ષ્મણ પટ્ટણી ચૂંટાયા હતા. તેઓ ફરી વખત વર્ષ 1980 અને વર્ષ 1985માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા.
હિન્દુત્વની લહેરમાં બની બીજેપીનો ગઢ
સૌથી મહત્વની બાબત તો એ છે કે રામ જન્મભૂમિ આંદોલન બાદ હિન્દુત્વની લહેર વચ્ચે યોજાયેલ ગુજરાત વિધાનસભાની વર્ષ 1990ની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર વિઠ્ઠલભાઈ પટેલે કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલને હરાવ્યા હતા. 28 વર્ષ બાદ પ્રથમ વખત બીજેપીના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. ત્યારથી અસારવા વિધાનસભા બેઠક બીજેપીનો ગઢ બની ગઈ છે. ત્યાર બાદ વર્ષ 1995માં વિઠ્ઠલભાઈ પટેલ ફરી વખત અસારવા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. એ વખતે બીજેપીનો 121 બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો. જેની સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત બીજેપીની સરકાર બની હતી.

1998માં અમરિશ પટેલ ઉમેદવાર
જેમાં મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ બન્યા. જોકે એ સમયે બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર હતા. જોકે, તેઓ મુખ્યપ્રધાન ન બની શક્યા. તેઓએ કેશુભાઈ પટેલ વિદેશ પ્રવાસે જતા બળવો કર્યો હતો. એ સમયે શંકરસિંહ વાઘેલાની નજીક મનાતા વિઠ્ઠલભાઈ પટેલ પણ તેમની સાથે જવા માંગતા હતા. જોકે અસારવામાં સંઘ પરિવારના પ્રભાવ અને ડરને કારણે તેમની સાથે જઈ ન શક્યા. તેમના પક્ષ કરતા બાપુ પ્રત્યેની વફાદારીને કારણે બીજેપી નેતાગીરીને વિઠ્ઠલભાઈ પટેલ પર વિશ્વાસ ઉઠ્યો અને તેમના સ્થાને વર્ષ 1998માં પાટીદાર સમાજમાંથી આવતા અસારવા ગામના અમરીશ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓએ કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલને ચૂંટણીમાં હરાવ્યા હતા. જોકે તેઓને વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ થયેલૂ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળી.
અસારવા બેઠક પર ક્યા મતદારોનો દબદબો?
વર્ષ 2012ની ગણતરી અનુસાર આ બેઠક પર અંદાજે કુલ વસ્તી 1.78 લાખથી વધુ છે. જેમાં એસસી દલિત મતદારો 39251, આદિજાતના 3568, મુસ્લિમ 1734 મતદારો છે. જ્યારે ઓબીસીમાં વાત કરીએ તો ઠાકોર (10,705), કોળી (1834), રબારી (3568), ચૌધરી (1784) અને અન્ય (49,956) છે. જનરલ કેટેગરીમાં નજર કરીએ તો, લેઉવા પટેલ (8921), કડવા પટેલ (7137), ક્રિશ્ચિયન (1784), બ્રાહ્મણ (1784), જૈન (1784), દરબાર (16057) અને અન્ય (28546) છે.
પાટીદાર-દરબાર લડી ચૂક્યા છે ચૂંટણી
ગોધરા કાંડ બાદ થયેલા તોફાનો બાદ સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર વધુ પ્રબળ બની ગઇ હતી. ત્યારે બીજેપીએ 12 વર્ષ બાદ અસારવા વિધાનસભા બેઠક પર પાટીદારના બદલે પ્રદેશ બીજેપી યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને જીએનએફસીના ચેરમેન રહેલા યુવા નેતા પ્રદીપસિંહ જાડેજાને ટિકિટ આપી અને તેઓએ પૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલને ચૂંટણી હરાવ્યા હતા.
પ્રદીપસિંહ જાડેજા 2 વખત જીત્યા
બીજેપી યુવા નેતા પ્રદીપસિંહ જાડેજાની સામે કોંગ્રેસનો પરિવાર વાદ વિખેરાઇને તૂટી ગયો. ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા વર્ષ 2002 અને વર્ષ 2007 એમ બે ટર્મ સુધી ચૂંટાયા હતા. જોકે વર્ષ 2012માં અસારવા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે બેઠક અનામત થઇ જતા પ્રદીપસિંહ જાડેજાને બીજેપી એ વટવા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવ્યા અને ત્યાં પણ તેઓ જીત્યા હતા.

હાલ આ બેઠક પર કઇ જ્ઞાતિની પકડ છે?
જયારે તેમના સ્થાને વર્ષ 2012માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાના જનક મનાતા નિવૃત અધિક મુખ્ય સચિવ રજનીકાંત પટેલને રાજય સરકારમાંથી રાજીનામુ અપાવી અસારવા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીત્યા. જોકે વર્ષ 2017માં તેમને ટિકિટ ન મળી અને તેમના સ્થાને પ્રદીપ પરમારને ટિકિટ આપવામાં આવી. જેમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અત્યારે તેઓ રાજય સરકારમાં સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન છે. સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના નેતાઓની નજર અસારવા બેઠક પર છે, કારણ કે આ બેઠક પરથી બીજેપીની જીત નિશ્ચિત મનાતી હોવાથી તમામ નેતાઓ અસારવા બેઠક પરથી પોતાનું ભાગ્ય અજમાવી રાજકીય કારકિર્દી ઉજ્જવળ બનાવવા માંગે છે.

બેઠકના વિવાદો
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં હતા. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, અમારે અસારવા વોર્ડમાં સ્થાનિક આગેવાનને ટિકિટ મળવી જોઈએ. લોકોનો વિરોધ જોઇને કોંગ્રેસ ભવનના દરવાજા બંધ કરી દેવાયા હતા.

અસારવા બેઠક પર વિજેતા 
ચૂંટણી         વર્ષ જીતનાર ઉમેદવાર      પક્ષ
2017          પ્રદિપ પરમાર               ભાજપ
2012          રજનીકાંત પટેલ           ભાજપ
2007          પ્રદિપસિંહ જાડેજા         ભાજપ
આ ઉપરાંત 2002માં પ્રદિપસિંહ જાડેજા ભાજપ તથા 1998માં અમરીશ પટેલ ભાજપ અને 1995માં વિઠ્ઠલભાઇ પટેલ ભાજપ વિજેતા બન્યા હતા. 
                                
Advertisement
Tags :
Advertisement

.