ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અસદુદ્દીન ઓવૈસીને રોડ શોમાં બતાવાયા કાળા ઝંડા, Go Backના લાગ્યા નારા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો  જંગ રસપ્રદ બની રહ્યો છે. ગુજરાતમાં દરરોજ કંઈક નવું જોવા મળી રહ્યું છે. ક્યાંક નેતાઓની નિવેદનબાજી છે તો ક્યાંક નેતાઓને વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહેલી AIMIMને અમદાવાદમાં ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે અસદુદ્દીન ઓવૈસી રોડ શો કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા.ઓવૈàª
07:34 AM Dec 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો  જંગ રસપ્રદ બની રહ્યો છે. ગુજરાતમાં દરરોજ કંઈક નવું જોવા મળી રહ્યું છે. ક્યાંક નેતાઓની નિવેદનબાજી છે તો ક્યાંક નેતાઓને વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહેલી AIMIMને અમદાવાદમાં ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે અસદુદ્દીન ઓવૈસી રોડ શો કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા.
ઓવૈસી Go Backના નારા લાગ્યા 
પ્રાપ્ત માહિતી અનુસાર શાહપુર મિલ કમ્પાઉન્ડ પાસે રોડ શોને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. રોડ શોમાં ઓવૈસીની સાથે જમાલપુરના AIMIM ઉમેદવાર સાબીર કાબલીવાલા અને તેમના સેંકડો સમર્થકો પણ હતા. રોડ શોમાં સ્થાનિક લોકોએ 'ઓવૈસી ગો બેક'ના નારા પણ લગાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્થાનિક લોકોએ કોંગ્રેસના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.આ પહેલા પણ ઓવૈસી ગુજરાતના ઘણા મુસ્લિમ વિસ્તારોમાં આવા જ વિરોધનો સામનો કરી ચુક્યા છે. બે અઠવાડિયા પહેલા સુરત પૂર્વમાં મુસ્લિમ યુવાનોએ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભામાં કાળા ઝંડા બતાવ્યા હતા.આ દરમિયાન યુવાનોએ 'મોદી, મોદી'ના નારા પણ લગાવ્યા હતા.
'રાહુલ ગાંધી મારી સામે પાંચ મિનિટ પણ ઊભા રહી શકશે નહીં'
જમાલપુરમાં રેલી દરમિયાન ઓવૈસીએ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે રાહુલ ગાંધીને ટાંકીને કહ્યું કે તમારા ધારાસભ્ય નકામા છે, જે પાંચ વર્ષથી આ વિધાનસભાની જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું કે જો રાહુલ ગાંધીને ચર્ચા માટે બોલાવવામાં આવશે તો તેઓ મારી સામે પાંચ મિનિટ પણ ઊભા રહી શકશે નહીં. ઓવૈસીએ વધુમાં કહ્યું કે "આપણા સત્યની સામે કોંગ્રેસના જુઠ્ઠાણા ચકનાચૂર થઈ જશે, કોંગ્રેસના લોકો અમારી જીભ સામે મૂંગા થઈ જશે."
આ પણ વાંચો -  વેજલપુર બેઠકની અત્યાર સુધીની બન્ને ચૂંટણીમાં જીતી છે ભારતીય જનતા પાર્ટી, જાણો આ બેઠકનું ચૂંટણીલક્ષી સમીકરણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022blackflagsElectionElection2022GoBackGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstOwaisiroadshowslogans
Next Article