Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

49 જેટલા અપક્ષ ઉમેદવારોને ફાળવવામાં આવ્યા નિશાન, કાતર, ઘડો, બેટરી, પ્રેશર કુકર જેવા ચિન્હોથી કરશે પ્રચાર

ઉમેદવારને જ મત મળે છે તે તેના નિશાન પર મળે છે.. માટે કોઇપણ પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખુબજ મહત્વનું છે.  મતદારોમાં  કમળ, પંજો, ઝાડુ, હાથી  વગેરે નિશાન જાણીતા છે પરંતુ હવે  અપક્ષ ઉમેદવારોની ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા તેમને અલગ અલગ ચૂંટણી ચિન્હ્યોની ફાળવણી થઇ છે.અમદાવાદમાં કુલ 49 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.  આ ઉમેદવારોને જે  નિશાનની ફાળવણી થઇ છે..તેમાં  શિપ, ફોન ચાર્
49 જેટલા અપક્ષ ઉમેદવારોને ફાળવવામાં આવ્યા નિશાન  કાતર  ઘડો  બેટરી  પ્રેશર કુકર જેવા ચિન્હોથી કરશે પ્રચાર
ઉમેદવારને જ મત મળે છે તે તેના નિશાન પર મળે છે.. માટે કોઇપણ પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખુબજ મહત્વનું છે.  મતદારોમાં  કમળ, પંજો, ઝાડુ, હાથી  વગેરે નિશાન જાણીતા છે પરંતુ હવે  અપક્ષ ઉમેદવારોની ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થતા તેમને અલગ અલગ ચૂંટણી ચિન્હ્યોની ફાળવણી થઇ છે.અમદાવાદમાં કુલ 49 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.  આ ઉમેદવારોને જે  નિશાનની ફાળવણી થઇ છે..તેમાં  શિપ, ફોન ચાર્જર, બિસ્કિટ, બાયનોક્યુલર, ગેસ સ્ટવ, બ્લેક બોર્ડ જેવા નિશાનનો સમાવેશ થાય છે..આ નિશાન સાથે જે તે અપક્ષ ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે 

અલગ-અલગ ચૂંટણી ચિન્હોની ફાળવણી 

નીતિ-નિયમોને આધારે સિમ્બોલની ફાળવણી 
અપક્ષ ઉમેદવારો પોતાની રીતે ચૂંટણી સિમ્બોલ મેળવવા અરજી કરે છે. સ્થાનિક ચૂંટણી પંચ નીતિ-નિયમોને ધ્યાને રાખીને સિમ્બોલ ફાળવે છે. અપક્ષ ઉમેદવારો મોટાભાગે લોકોને સ્પર્શતા મુદ્દાના સિમ્બોલ મેળવવાનો આગ્રહ રાખે છે.
16 અપક્ષ ઉમેદવારો એકલા બાપુનગરમાં 
સૌથી વધુ 16 અપક્ષ ઉમેદવારો બાપુનગરમાં છે. ઉપરોકત ચૂંટણી સિમ્બોલમાંથી મોટાભાગના સિમ્બોલ બાપુનગરના ઉમેદવારોને ફાળવવામાં આવ્યા છે. એલિસબ્રિજમાં સિતાર અને ઠક્કરબાપાનગરમાં સિટી, માઇક, કાચનો પ્યાલો અને ટ્યુબલાઇટ જેવાં ચૂંટણી સિમ્બોલ અપક્ષ ઉમેદવારોને ફાળવાયા છે.અસારવામાં ચેઇન, ડાયમંડ, દસ્ક્રોઇમાં ચેસબોર્ડ, રોડ રોલર, નારિયેળીનું ખેતર જેવા સિમ્બોલ ફાળવાયા છે. 
કયા વિસ્તારોમાં કયા સિમ્બોલ ફાળવાયા ?
 જમાલપુર-ખાડિયાની બેઠકમાં અપક્ષ ઉમેદવારોને કેમેરા, ટાયર્સ, અનાનસ અને કાતર જેવા સિમ્બોલ, અમરાઇવાડીમાં રબર સ્ટેમ્પ, ઘડો, બેટરી ટોર્ચ, પ્રેશર કૂકર, ડીઝલ પંપ, લુડો જેવા સિમ્બોલ, મણિનગરમાં કેલ્ક્યુલેટર, સાબરમતીમાં કીટલી, સ્ટેથોસ્કોપ, ખાટલો, શેરડી, માથે ડાંગર સાથે સ્ત્રી જેવા સિમ્બોલ,  વિરમગામમાં સોફા, જહાજ, તડબૂચ, બેટ, સાણંદમાં સીસીટીવી કેમેરા, ડોલ, ટ્રક, વટવામાં વાંસળી, હોકી-દડો, પેટી, હેલિકોપ્ટર જેવા સિમ્બોલ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.