Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નકસલવાદી છે- કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એકબાદ એક મોટાનેતાઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે  કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો સાથે સવાંદ કર્યો હતો.  સાથે જ વડોદરાના સાર્વજનિક ગણેશમહોત્સવમાં દર્શન પણ કર્યા હતાં. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સીધું નિશાન સાધતા કહ્યું હતું કે , અરવિંદ કà
06:46 AM Sep 04, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એકબાદ એક મોટાનેતાઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે  કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો સાથે સવાંદ કર્યો હતો.  સાથે જ વડોદરાના સાર્વજનિક ગણેશમહોત્સવમાં દર્શન પણ કર્યા હતાં. 
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સીધું નિશાન સાધતા કહ્યું હતું કે , અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકી અર્બન નક્લવાદી છે. ગુજરાતની જનતા પરિપકવ અને સમજદાર છે, તેનાથી આપ અજાણ છે.મેઘા પાટકર અને અરવિંદ કેજરીવાલ જેવાએ ગુજરાતના વિકાસમાં અનેક રોડા નાખ્યાં છે. તેમણે નર્મદાનો પ્રોજેક્ટ અટકાવ્યો જેનાથી ગુજરાતના લોકોને નુકશાન થયું છે. ડિસેમ્બરમાં ચૂંટણીના પરિણામ આવશે ત્યારે અર્બન નક્લવાદીઓને ખબર પડી જશે. આ એ જ અર્બન નક્સલ છે દાયકાઓ સુધી ગુજરાત વિરોધી, કચ્છ વિરોધી, નર્મદા વિરોધી ઝેર ઓકતા રહ્યા તે હવે #AAP ના નેજા હેઠળ ગુજરાતની સત્તા ઇચ્છે છે.


 
આ પણ વાંચો- કેજરીવાલ પહેલા ગુજરાતમાં ખાતું તો ખોલાવેઃ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ

Tags :
DevusinhChauhanElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratFirst
Next Article