ઠગ સુકેશ ચંદ્રશેખરનો બીજો સનસનીખેજ ખુલાસો,કહ્યું 'કેજરીવાલે કરી હતી ફોન પર વાત, લીધા હતા 50 કરોડ'
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે વધુ એક લેટરબોમ્બ વિસ્ફોટ કર્યો છે. આ વખતે તેમનું નિશાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.આ પત્રમાં તેમણે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ રાજ્યસભાની સીટ ઓફર કર્યાનો પણ દાવો કર્યો છે 500 કરોડ ભેગા થઇ શકે તેવા 30 લોકોને લાવવા કહ્યું હતું ? 'સુકેશે તેના પત્રમાં લખ્યું છે કે કેજરીવà
Advertisement
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે વધુ એક લેટરબોમ્બ વિસ્ફોટ કર્યો છે. આ વખતે તેમનું નિશાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.આ પત્રમાં તેમણે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ રાજ્યસભાની સીટ ઓફર કર્યાનો પણ દાવો કર્યો છે
500 કરોડ ભેગા થઇ શકે તેવા 30 લોકોને લાવવા કહ્યું હતું ?
"સુકેશે તેના પત્રમાં લખ્યું છે કે કેજરીવાલે મને મેહાઠગ કહ્યો છે, તો હું કહીશ કે જો તમારા મતે હું મહા ઠગ છું,તો પછી તમે મારી પાસેથી 50 કરોડ કેમ લીધા અને તમે મને રાજ્યસભાની સીટની ઓફર કેમ કરી. શું આ વાત આપને મહાઠગ નથી બનાવતી ? તમે એવા 30 લોકોને પણ લાવવા કહ્યું હતું જે 500 કરોડ રૂપિયા લાવી શકે અને કર્ણાટક અને તમિલનાડુમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે.
ફાર્મ હાઉસ પર મળી પૈસા આપ્યા હોવાનો આરોપ
પત્રમાં સુકેશે વધુમાં કેજરીવાલને ઉદ્દેશીને લખ્યું છે કે તમે સત્યેન્દ્ર જૈન સાથેની મારી ડિનર પાર્ટીમાં શા માટે હાજરી આપી હતી અને ત્યાંજ આપના નિર્દેશ પર 50 કરોડની ડિલ થઇ.. અને અસોલાના એક ફાર્મહાઉસ પર સત્યેન્દ્ર જૈન અને કૈલાસ ગેહલોતને 50 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
અગાઉ સત્યેન્દ્ર જૈને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ આપ્યાનું કહ્યું હતું
સુકેશે આ પહેલા AAP નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સુકેશે કહ્યું હતું કે તેણે 'પ્રોટેક્શન મની' તરીકે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે જૈનને 2015થી ઓળખે છે. આ વખતે સુકેશે આપના સર્વેસર્વા એવા કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે..આ આરોપ બાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે.