Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પોલીસ કમિશનરનું જાહેરનામું

આગામી તા.૧ અને ૫ ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુલક્ષીને સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં કેટલાક મહત્વ ના મુદ્દા ઓ પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં જાહેર સ્થળો પર પોસ્ટર કે કટ આઉટ લગાડવા પર પ્રતિબંધ મુકાયો છે  વિધાનસભાની ચૂંટણીને  સુરત પોલીસેનું  જાહેરનામું વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરત શહે
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પોલીસ કમિશનરનું જાહેરનામું
આગામી તા.૧ અને ૫ ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુલક્ષીને સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં કેટલાક મહત્વ ના મુદ્દા ઓ પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં જાહેર સ્થળો પર પોસ્ટર કે કટ આઉટ લગાડવા પર પ્રતિબંધ મુકાયો છે  
વિધાનસભાની ચૂંટણીને  સુરત પોલીસેનું  જાહેરનામું 
વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરત શહેરમાં હથિયારબંધી કરવામાં આવી છે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે, જેમાં કેટલીક સૂચના નિયમો આપવામાં આવ્યા છે કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર કે શસ્ત્રો,તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ. મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા નહિ, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ,તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિ  કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં  આવ્યો  છે. 
       
સુરતમાં કોઇપણ રાજકીય પક્ષ અથવા વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા રાજ્ય સરકાર, મહાનગર પાલિકા, નગરપાલિકાએ અથવા બોર્ડ, નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા તેઓના હસ્તકની જગ્યાઓ ઉપર કોઇ પણ રાજકીય પક્ષ અથવા ચુંટણીના ઉમેદવાર દ્વારા સમાચાર, બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઇ પણ પ્રકારના કટ આઉટ જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકશે નહીં. સાથે આ દિવાલો પર ચિત્રો દોરાવી શકશે નહીં કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકશે નહીં. કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા કોઈ પણ ખાનગી મિલકત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાતના પાટિયા, બેનર્સ વગેરે તે જગ્યાના માલિકની પૂર્વ મંજુરી વગર મુકી શકાશે નહી. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે,જેથી આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેવી સૂચના પણ આપવામાં આવી છે.
ચૂંટણીમાં પ્રચાર માટે લેવાતા વાહનો ઉપયોગ અર્થે ચુંટણીના નિયમોનું પાલન કરવુ. કોઈપણ રાજયકીય પક્ષો કે ઉમેદવારો કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે-ત્રણ અને ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહી. બે કાફલા વચ્ચે ઓછામાં ઓછુ ૨૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે. જે રાજકીય નેતાઓને લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૭૭(૧) હેઠળ મુક્તિ મળી તેઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Advertisement
Tags :
Advertisement

.