વાંકાનેર મહારાણા સાહેબને ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજ આગ બબુલા
વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર પ્રબળ દાવેદાર ગણાતા મહારાણા કેસરીદેવસિંહજીને ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ક્ષત્રિય સમાજ ઉકળી ઉઠ્યો છે, આજે આ મામલે ક્ષત્રિય આગેવાનોની બેઠક પણ મળી હતી અને ટિકિટમાં અન્યાય મામલે કોળી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગીવાંકાનેર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા પ્રબળ
06:32 PM Nov 11, 2022 IST
|
Vipul Pandya
વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર પ્રબળ દાવેદાર ગણાતા મહારાણા કેસરીદેવસિંહજીને ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ક્ષત્રિય સમાજ ઉકળી ઉઠ્યો છે, આજે આ મામલે ક્ષત્રિય આગેવાનોની બેઠક પણ મળી હતી અને ટિકિટમાં અન્યાય મામલે કોળી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી
વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા પ્રબળ દાવેદાર એવા મહારાણા કેશરીદેવસિંહજીને બદલે જીતુભાઇ સોમાણીને ઉમેદવાર તરીકે જાહેર કરાતા ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આજે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય નજીક ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં જો ભાજપ નિર્ણય નહિ બદલે તો ચૂંટણી પરિમાણ ભોગવવા તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારી હતી.
મહારાણા સાહેબને અન્યાય
દરમિયાન વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ એક સુરે કહ્યું હતું કે, વાંકાનેરમાં ભાજપ પક્ષ વિરુદ્ધ કામ કરનાર ને ટિકિટ અને પક્ષ માટે મહેનત કરનાર મહારાણા સાહેબને અન્યાય કરાયો છે ત્યારે આગામી સમયમાં કોળી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજને સાથે રાખી આ અન્યાયનો બદલો લેવાશે અને મહારાણા સાહેબે અપક્ષ લડવા ફોર્મ પણ ઉપાડ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article