Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉમેદવારોના મંથન માટે દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને આજે પણ મહત્વની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) સહિતના પક્ષોએ ઉમેદવારો (candidates) શોધવા માટે મંથન ચાલુ કરી દીધું છે. કોંગ્રેસે પહેલી યાદી બહાર પણ પાડી દીધી છે જ્યારે ભાજપ 9 કે 10 તારીખે ઉમેદવારોના નામની પહેલી યાદી બહાર પાડે તેવી સંભાવના છે. દરમિયાન, મહત્વના સમાચાર (News) મળી રહ્યા છે કે આજે સાંજે ઉમેદવારોના મંથન માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Ami
06:31 AM Nov 08, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) સહિતના પક્ષોએ ઉમેદવારો (candidates) શોધવા માટે મંથન ચાલુ કરી દીધું છે. કોંગ્રેસે પહેલી યાદી બહાર પણ પાડી દીધી છે જ્યારે ભાજપ 9 કે 10 તારીખે ઉમેદવારોના નામની પહેલી યાદી બહાર પાડે તેવી સંભાવના છે. દરમિયાન, મહત્વના સમાચાર (News) મળી રહ્યા છે કે આજે સાંજે ઉમેદવારોના મંથન માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના નિવાસ સ્થાને ભાજપ કોર કમિટી (BJP Core Committee)ની ફરી બેઠક મળશે. બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પણ મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. 

આજે ફરીથી કોર કમિટિની બેઠક 
સુત્રોએ કહ્યું કે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં  પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને તે પહેલા ઉમેદવારોના નામની અંતિમ યાદી પર વિચારણા કરવા માટે આજે ફરીથી ગુજરાત ભાજપની કોર કમિટિની બેઠક યોજાશે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો વિશે હજું પણ મંથન કરાઇ રહ્યું છે. 

ગૃહ મંત્રી અમિત શાહના નિવાસસ્થાને મળશે બેઠક 
મંગળવારે સાંજે સાંજે 5 થી 6 દરમિયાન ભાજપ કોર કમિટીની બેઠક નક્કી કરવામાં આવી છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાશે.  બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સામેલ થશે. ગૃહ મંત્રી અમિત શાહના ઘેર આ બેઠક યોજાશે. 

ગઇકાલે પણ બેઠક મળી હતી
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે 8 નવેમ્બરે પણ દિલ્હીમાં કોર કમિટીની ખાસ બેઠક મળી હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા. રાત્રે 1 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી અને તેમાં ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. 
ત્રણ દિવસની બેઠક અગાઉ મળી હતી
આ પહેલાં ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ બેઠકો પર ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યુ હતું આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, નિરીક્ષકો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ લેતુ હોય છે. અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે. તો કેટલીક સીટો પર દિગ્ગજોને રિપીટ કરવામાં આવે તેવી પણ વાત પણ સામે આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ શરૂ કરી તૈયારીઓ
Tags :
AMITSHAHAssemblyElectionAssemblyElection2022BJPBJPCoreCommitteeElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article