Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળી પહેલાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, બાંધકામ ક્ષેત્રમાં આ ફાયદો

એક તરફ ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, બીજી તરફ દેશભરમાં કોરોનાના કપરા સમય બાદ દિવાળીનો માહોલ છે, ત્યારે રાજ્ય સરકારે લોકને વધુ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં ગ્રકાયદેસર બાંધકામ મુદ્દે ઇમ્પેક્ટ ફીને લઇને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ બિનઅધિકૃત બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામ માટે બમણો ચાર્જ à
દિવાળી પહેલાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય  બાંધકામ ક્ષેત્રમાં આ ફાયદો
એક તરફ ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, બીજી તરફ દેશભરમાં કોરોનાના કપરા સમય બાદ દિવાળીનો માહોલ છે, ત્યારે રાજ્ય સરકારે લોકને વધુ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમાં ગ્રકાયદેસર બાંધકામ મુદ્દે ઇમ્પેક્ટ ફીને લઇને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ બિનઅધિકૃત બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે.  ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે,  આજે કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. તેમાં તેમણે મહત્ત્વનની જાહેરાત કરી હતી.આ પહેલાં વર્ષ 2011માં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પણ ઇમપેક્ટ ફી મુદ્દે બાંધાકામ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આજે ફરી એક વાર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

ઈમ્પેક્ટ ફી અંગે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય 
1-10-2022 પહેલાના બાંધકામને ઈમ્પેક્ટ ફીનો લાભ
ઝડપથી મિલકત કાયદેસર કરાવી શકો છો- જિતુ વાઘાણી
‘નોટિસ આપી હશે તો પણ બાંધકામ પાડવામાં આવશે નહીં’
આ રકમ જે તે શહેરની નગરપાલિકા કે મહાનગર પાલિકાના હસ્તકમાં જ રહશે
ઇમ્પેક્ટ ફીને લઇને કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનઅધિકૃત બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે. આ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે. 1-10-2022 પહેલાંના  માર્જિન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર  કરાવી શકાશે, જો કે આ માટે કોમર્શિયલ બાંધકામ માટે બમણો ચાર્જ ચૂકવવો પડશે.
ઝડપથી મિલકત કાયદેસર કરાવી શકો છો- જિતુ વાઘાણી
આ મામલે જિતુ વાઘાણીએ આ મુદ્દે વધુમાં કહ્યુ હતુ કે, ‘પોતાની મિલકત કાયદેસર કરવી જોઈએ. ઘણાં લોકો ગેરકાયદેસર રહેતા હોય છે ત્યારે તેમણે વહેલી તકે તેની કાયદેસરતા રજિસ્ટર કરાવી દેવી. કાલથી અરજી અને ઓનલાઇન ફી ભરી શકાશે.’ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી સરકારનો ઉદેશ્ય રાજ્યની પોતાની તિજોરી છલકાવવાનો નથી, પરંતું આ રકમ જે તે શહેરની નગરપાલિકા કે મહાનગર પાલિકાના હસ્તકમાં જ રહશે, જેથી તે ક્ષેત્રનો વિકાસ વધુ સારી રીતે થઇ શકે. 
‘નોટિસ આપી હશે તો પણ બાંધકામ પાડવામાં આવશે નહીં’
વધુમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યુ હતુ કે, માર્જિન-પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. બિનઅધિકૃત બાંધકામની ઇમ્પેક્ટ ફી આપવાની રહેશે.જે નોટિસ આપવામાં આવી છે તમામ રદ્દ કરવામાં આવશે. નોટિસ આપ્યાં પછી પણ બાંધકામ પાડવાની કાર્યવાહી કરવામાં આવશે નહીં. રાજ્યના જેટલા પણ શહેરી વિસ્તાર છે તે તમામ જગ્યાએ આ વટહુકમ લાગુ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.