ઇતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી બનશે આજે ઘટના, જાણો PM MODI શું કરશે ?
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાનશ્રી આજે અમદાવાદ (Ahmedabad)અને રાજકોટ (Rajkot)ની મુલાકાતે જશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને ત્યાર બાદ તેઓ જામકંડોરણા અને રાજકોટ જશે જ્યાં તેઓ સભાને સંબોધશે અને રોડ શો પણ કરશે. ઇતિહાસમાં કોઇ પીએમ પહેલીવાર જામકંડોરણાના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન જામકંડà
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાનશ્રી આજે અમદાવાદ (Ahmedabad)અને રાજકોટ (Rajkot)ની મુલાકાતે જશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને ત્યાર બાદ તેઓ જામકંડોરણા અને રાજકોટ જશે જ્યાં તેઓ સભાને સંબોધશે અને રોડ શો પણ કરશે. ઇતિહાસમાં કોઇ પીએમ પહેલીવાર જામકંડોરણાના પ્રવાસે આવી રહ્યા છે.
વડાપ્રધાન જામકંડોરણાની મુલાકાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામકંડોરણા જશે. ઇતિહાસમાં કોઇ વડાપ્રધાન પહેલીવાર જામ કંડોરણાની મુલાકાત લઇ રહ્યા છે. તેઓ જામકંડોરણામાં જાહેરસભાને સંબોધન કરશે. રાજકોટમાં તેઓ દોઢ લાખ લોકોની જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ જશે. રાજકોટમાં તેઓ રોડ શો કરશે અને ત્યાંથી બપોરે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. ત્યારબાદ સાંજે અમદાવાદ જવા રવાના થશે.
જામકંડોરણા જયેશ રાદડીયાનો ગઢ
જામકંડોરણા જયેશ રાદડીયાનો ગઢ ગણાય છે. તેઓ 2013માં ભાજપમાં જોડાયા હતા અને ટિકીટ મેળવી જીત મેળવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દર વખતે જયેશ રાદડીયાને મળે છે. આ વિસ્તારમાં છેલ્લા 22 વર્ષમાં એક વાર જ કોંગ્રેસ જીતી હતી.
વડાપ્રધાનશ્રીની જામકંડોરણાની મુલાકાતની શું અસર પડશે
સૌરાષ્ટ્રમાં રાજકીય રીતે જામકંડોરણાની ભૂમિકા અત્યંત મહત્વની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામકંડોરણામાં સભા કરશે તો 7 જીલ્લાની 25 વિધાનસભા બેઠકો પર તેની અસર પડશે. 6 જીલ્લાની સરહદો જામકંડોરણાને સ્પર્શે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગર જીલ્લાની બેઠકો પર મોદીની સભાની સીધી અસર પડી શકે છે. આ સભાથી પાટીદાર મતદારોને આકર્ષી શકાશે. સૌરાષ્ટ્રની 25 બેઠકો અંકે કરવા અને પાટીદારોને આકર્ષના વડાપ્રધાનશ્રીની જામકંડોરણાની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. ઇતિહાસમાં કોઇ વડાપ્રધાન પહેલીવાર જામકંડોરણા જઇ રહ્યા છે.
વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલમાં જશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. વડાપ્રધાનશ્રી આજે અમદાવાદ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ અમદાવાદ સિવિલમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ હાર્ટ અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે અને GCRI અને IKDRCના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનશ્રી UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે તથા 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલનું લોકાર્પણ કરશે તથા કિડની રિસર્ચ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.