Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય રોડ-શોમાં પ્રચંડ જનસમર્થન મળ્યું, જુઓ Video

અમિતભાઈ શાહનો રાજપીપળામાં રોડ-શો નર્મદાના રાજપીપળામાં શાહેન શાહનો રોડ શોઅમિતભાઈ શાહના રોડ શોમાં ઉમટી જનમેદનીગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. રાજકિય પાર્ટીઓ પુર જોશથી ચૂંટણી કેમ્પેઈન ચલાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) સ્ટાર પ્રચારકો કાર્પેટ બોમ્બિંગની રણનીતિથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah)
02:29 PM Nov 25, 2022 IST | Vipul Pandya
  • અમિતભાઈ શાહનો રાજપીપળામાં રોડ-શો 
  • નર્મદાના રાજપીપળામાં શાહેન શાહનો રોડ શો
  • અમિતભાઈ શાહના રોડ શોમાં ઉમટી જનમેદની
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. રાજકિય પાર્ટીઓ પુર જોશથી ચૂંટણી કેમ્પેઈન ચલાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) સ્ટાર પ્રચારકો કાર્પેટ બોમ્બિંગની રણનીતિથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) આજે રાજપીપળામાં ભવ્ય રોડ-શો કર્યો હતો. અમિતભાઈ શાહના આ ભવ્ય રોડ-શોને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. આ રોડ-શો દરમિયાન અમિતભાઈ શાહે નાંદોદના (Nandod) ઉમેદવાર દર્શનાબેન દેશમુખને મત આપવાની લોકોને અપીલ કરી હતી.
ભાજપને મળી રહ્યું છે પ્રચંડ જન સમર્થન
રાજપીપળામાં ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહનો (Amit Shah) રોડ-શૉ સુર્યા દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદિર સુધીનો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રાજપીપળામાં આવો ભવ્ય રોડ શો ક્યારેય થયો નથી. આદિવાસી વિસ્તારમાં ભાજપને ભરપુર સમર્થન જોવા મળ્યું છે. ગત ચૂંટણીમાં નર્મદા (Narmada) જિલ્લામાં બંને બેઠકો ભાજપ જીતી શકી નહોતી ત્યારે આ વખતે બંને સીટો કબ્જે કરવાના લક્ષ્ય સાથે ભાજપ ચાલી રહ્યું છે અને અહીં તેમને પ્રચંડ જનસમર્થન પણ મળી રહ્યું છે.
રોડ-શોમાં લોકોને સંબોધિત કર્યાં
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે રોડ-શોમાં લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, હું અનેકવાર રાજપીપળા અને નાંદોદમાં આવ્યો છું. ચૂંટણી માટે પણ આવ્યો છું, ચૂંટણી વગર પણ આવ્યો છું પણ મારી જીંદગીમાં આવી ભીડ મેં કોઈ દિવસ જોઈ નથી. હું ભાજપ વતી રાજપીપળાના સમ્માનિય મતદારોનો હૃદયપૂર્વક ખુબ ખુબ ધન્યવાદ કરૂં છું.
ભાજપના ઉમેદવાર માટે માંગ્યા મત
તેમણે જણાવ્યું કે, આગામી ડિસેમ્બર મહિનામાં રાજપીપળાએ મત નાખવાનો હું વિનંતી કરવા આવ્યો છું કે ભાજપના ઉમેદવાર ડૉ. દર્શનાબેનને (Darshanaben) પ્રચંડ બહુમતિથી વિજયી બનાવો. આ સમગ્ર ગુજરાતમાં કલ્પનાબેનનો નંબર એક આવવો જોઈએ. બેલેટ પેપરમાં પણ કલ્પનાબેનનો નંબર એક છે અને ભાજપનો નંબર પણ એક છે. મિત્રો આ 1લી તારીખે જ્યારે તમે મતદાન કરો ત્યારે દર્શનાબેનને જીતાડવા કમળના નિશાન પર મત આપજો.
તમારો મત મોદીજીના હાથ મજબૂત કરે છે
તેમણે કહ્યું કે, એટલું નિશ્ચિત માનજો તમારો એક મત મહાન ગુજરાત અને મહાન ભારતની રચના માટે નરેન્દ્ર મોદીના (Narendra Modi) હાથ મજબુત કરે છે. તમારો એક મત સરહદોની સુરક્ષા માટેનો વોટ છે, તમારો એક મત દેશને સુરક્ષિત બનાવવા માટેનો મત છે. તમારો એક મત ગુજરાતના ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટેનો મત છે. તમારો એક મત દરેક આદિવાસી ભાઈઓ બહેનોના ઘરે ગેસનું સિલિન્ડર, શૌચાલય, વિજળી અને પીવાનું પાણી પહોંચાડવાનો મત છે. તમારો એક મત કોરોનાની રસી પહોંચાડવાનો મત છે. તમારો મત દેશના 80 કરોડ ગરીબોને બે વર્ષ સુધી દર મહિને પાંચ-પાંચ કિલો અનાજ મફતમાં પહોંચાડી તેનો ચુલો સળગતો રાખવાનો મત છે. નરેન્દ્રભાઈએ સમગ્ર દુનિયામાં ભારતનું સમ્માન વધારવાનું કામ કર્યું છે. આપણે સૌ નરેન્દ્રભાઈના હાથ મજબુત કરીએ, ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવીએ અને દર્શનાબેનને વિધાનસભામાં ધારાસભ્ય બનાવીને મોકલીએ અને નાંદોદ-રાજપીપળાનો વિકાસ કરીએ. આ જ મારી વિનંતી છે.
નાંદોદ ખાતે રોડ શોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ખાસ વાતચીત, જુઓ VIDEO...
આ પણ વાંચો - 2002 પછી કોઇની હિંમત નથી થઇ કે માથુ ઉંચુ કરી શકેઃ અમિત શાહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHAssemblyElectionsBJPElections2022GujaratGujaratElections2022GujaratFirstNandodRajpiplaroadshow
Next Article