ચૂંટણીતંત્રની સાથે નાગરિકો પણ આચારસંહિતા ભંગ પર રાખે છે C-Vigil એપથી ચાંપતી નજર
રાજકોટ(Rajkot)જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણી(Assembly Elections)ને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil)એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી આજે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ ૨૭ ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મà
04:36 PM Nov 08, 2022 IST
|
Vipul Pandya
રાજકોટ(Rajkot)જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણી(Assembly Elections)ને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ (C-Vigil)એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી આજે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ ૨૭ ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.
વિધાનસભાની ચૂંટણી લઈ તંત્ર સજ્જ
રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણીતંત્ર અત્યારે રાઉન્ડ ધી કલોક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૩૨૨ જારી કરવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલની ત્વરિત કામગીરી
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી વીજિલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૨૭ જેટલી ફરિયાદો આવી છે. જેમાં બે ફરિયાદો સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જ્યારે ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી ૧-૧, ગોંડલ મત ક્ષેત્રમાંથી ૧૦, જેતપુર ક્ષેત્રમાંથી ૨, રાજકોટ પૂર્વમાંથી ૩, રાજકોટ ગ્રામ્યમાં થી ૨, રાજકોટ દક્ષિણમાંથી ૫ તથા રાજકોટ પશ્ચિમ ક્ષેત્રમાંથી ૧ મળીને કુલ ૨૫ ફરિયાદો નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી.
કેવી રીતે ઉકેલાય છે ફરિયાદ?
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જે મુજબ સી વિજીલ એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં જે તે વિધાનસભા મત વિસ્તારની હોય. એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે. ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ ૧૦૦ મિનિટની અંદર આ ફરિયાદ ઉકેલી નાખે છે. આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આવેલી ફરિયાદો સરેરાશ સાત મિનિટ જેટલા ટુંકાગાળામાં ઉકેલવામાં આવી છે.
અત્યાર સુધીમાં કેવી કેવી ફરિયાદો આવી છે?
રાજકોટ જિલ્લાના વિવિધ મત ક્ષેત્રોમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article