Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ કોંગ્રેસના નેતા નીતિન પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કારણ અકબંધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elelctions 2022) નજીક છે રાજકિય પક્ષો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસ ગુજરાતમાં તુટી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે ત્યારે આ કડીમાં વધુ એક નેતાએ કોંગ્રેસ છોડી છે.અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલે (Nitin Patel) રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને આ મોટો ફટકો ગણ શકાય કારણ કે, અમદાવાà
અમદાવાદ કોંગ્રેસના નેતા નીતિન પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું  કારણ અકબંધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elelctions 2022) નજીક છે રાજકિય પક્ષો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસ ગુજરાતમાં તુટી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે ત્યારે આ કડીમાં વધુ એક નેતાએ કોંગ્રેસ છોડી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલે (Nitin Patel) રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને આ મોટો ફટકો ગણ શકાય કારણ કે, અમદાવાદ (Ahmedabad) શહેરમાં નીતિન પટેલ કોંગ્રેસ મોટો ચહેરો હતા. પરંતુ આજે તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું. જોકે તેઓ આગળ શું કરશે કંઈ પાર્ટી સાથે જોડાય તેની સ્પષ્ટતા કરી નથી. નીતિન પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને નારાણપુરા વિધાનસભા સીટ (Naranpura Assembly constituency) પરથી કોંગ્રેસે ટિકીટ આપી હતી અને તેઓ ચૂંટણી લડ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી નારણપુરા વિધાનસભા સીટ પરથી તેઓની ભાજપના (BJP) ઉમેદવાર કૌશિક પટેલ (Kaushik Patel) સામે હાર થઈ હતી. નીતિન પટેલને 40 હજાર જેટલા મત મળ્યા હતા. આ સીટ પરથી ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) પણ ધારાસભ્ય (MLA) રહી ચુક્યા છે. નીતિન પટેલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો ગણી શકાય કારણ કે અમદાવાદ શહેરમાં તેઓ કોંગ્રેસનો મોટો ચહેરો હતા અને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં પણ અનેક જવાબદારી નિભાવી ચુક્યા છે.
Advertisement
Tags :
Advertisement

.