Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંદિરે દર્શન કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માણી વડાપાઉની મેજબાની

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે તેઓ સવારે મંદિરમાં દર્શન કરવા માટે નિકળ્યા હતા. ત્યાર બાદ તેમણે તેમના મિત્રની સાથે વડાપાઉની મેજબાની કરી હતી. આ દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને પણ આ વડાપાઉની મેજબાની લેવાનું કહ્યું હતું. આ વિસ્તારના નાગરિકોનો મને પ્રેમ મળ્યો છે : હર્ષ સંઘવીરાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યું છà
મંદિરે દર્શન કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માણી વડાપાઉની મેજબાની
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે તેઓ સવારે મંદિરમાં દર્શન કરવા માટે નિકળ્યા હતા. ત્યાર બાદ તેમણે તેમના મિત્રની સાથે વડાપાઉની મેજબાની કરી હતી. આ દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને પણ આ વડાપાઉની મેજબાની લેવાનું કહ્યું હતું. 
આ વિસ્તારના નાગરિકોનો મને પ્રેમ મળ્યો છે : હર્ષ સંઘવી
રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યું છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મજુરા બેઠકને લઇને મીડિયાકર્મીઓ સાથે ખુલ્લામને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "મને પાર્ટીએ મજુરા વિધાનસભાની સેવાની જવાબદારી જ્યારે મને આપી છે ત્યારે આ વિધાનસભાના સૌ નાગરિકો સાથે મળીને આ વિસ્તારના વિકાસ માટે નવી શરૂઆત માટે હું આજે નામાંકન ભરવા માટે જઇ રહ્યો છું. મજુરા વિધાનસભાના સૌ નાગરિકોમાં આજે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મજુરા વિધાનસભાના નાગરિકો પોતે જાણે આ ચૂંટણી લડતા હોય તે પ્રકારની વ્યવસ્થાઓ, સમાજો દ્વારા, સોસાયટીઓ દ્વારા આ ચૂંટણીના છેલ્લા દિવસ સુધીની પહેલા દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે. આ વિસ્તારના નાગરિકો જોડે મારો એક અલગ જ પ્રકારનો નાતો રહ્યો છે. આ વિસ્તારના સૌ વડીલો મને તેમનો દીકરો માને છે, આ વિસ્તારના સૌ યુવાનો મને તેમનો મિત્રો માને છે. આ વિસ્તારની સૌ બહેનોનો હુ ભાઈ બનીને વર્ષોથી કામ કરી રહ્યો છું. અહીંનો ધારાસભ્ય નહીં પણ મજુરાના મિત્ર તરીકે છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારની સેવા કરી છે. આ વિસ્તારના નાગરિકોનો મને પ્રેમ મળ્યો છે. કોરોનાનો એ સમય જ્યારે આખે આખા રસ્તાઓ ખાલી પડેલા હતા, તે વખતે મારા વિસ્તારના મારા મિત્રો આગળ આવ્યા અને એકબીજાની સેવા કરવા માટે નિકળી પડ્યા હતા. આજે એકવાર ફરી આખો વિસ્તાર એક થઇને 2022થઈ 2027 સુધીની વિકાસ યાત્રાનો શરૂઆથ કરવા જઇ રહ્યો છે."
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માણી વડાપાઉની મેજબાની
ગૃરાજ્યમંત્રી હર્ષ સંધવીએ તેમના મિત્રની લારી પર વડાપાઉની મેજબાની કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, "આ લારીના વડાપાઉ ખાઇને બાળપણ આજ સુધી હું મોટો થયો છું. મારે વર્ષોથી આ લારી પર આવવાનું જવાનું રહે છે. આજે મંદિરે માતાજીના દર્શન કર્યા પછી માતાજીના આશિર્વાદ લીધા પછી હુ મારા મિત્રોને મળવા આવ્યો છું, વડાપાઉ ખાવા આવ્યો છું. અહીથી મજુરા વિધાનસભાના નાગરિકોને મળીને હું 2022 નું પ્રત્યાશી ફોર્મ ભરવા જઇશ. મજુરા વિસ્તારની હજારો લારીઓ પર મોદી સાહેબના પોસ્ટર લાગ્યા છે, હજારો લારીઓવાળાઓએ ભાજપની ટોપી પહેરીને  દરરોજ પોત પોતાનો માલ-સામાન વેચી રહ્યા છે, દુકાનો પર કમળ ખીલી રહ્યું છે. આ પ્રેમ ભાજપ અને અહીના નાગરિકો વચ્ચે છે." આ દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને પણ અનીલભાઈના વડાપાઉ ખાવાની વાત કરી હતી. 
ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985માં થયો હતો. જેઓ હાલમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી છે. તેઓ મજુરા ગુજરાત વિધાનસભા બેઠકના પ્રતિનિધી છે. તેઓ ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા. સંઘવીને નવ ખાતા ફાળવવામાં આવ્યા છે: ગૃહ મંત્રાલય, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ આવાસ; રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રતિબંધ, સરહદ સુરક્ષા. હર્ષ સંઘવી પહેલા પ્રદિપસિંહ જાડેજા, અમિત શાહ, હરેન પંડ્યા અને ગોરધન ઝડફિયા ભાજપના શાસનમાં ગુજરાતના ગૃહમંત્રી તરીકે રહી ચૂક્યા છે. સંઘવી ભાજપના ગુજરાતના કાર્યકાલ દરમિયાન સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બન્યા છે. તેઓ 37 વર્ષની વયે ગૃહ રાજ્યમંત્રી બન્યા, જોકે ગુજરાતના સૌથી યુવાન વયના ગૃહ રાજ્યમંત્રી નરેશ રાવલ રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.