આચારસંહિતા લાગૂ થયાં બાદ આટલા કરોડ રોકડ અને આટલો કરોડનો દારૂ ઝડપાયો, જાણો
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરતવિવિધ કલમો હેઠળ કુલ 2,91,154ની અટકાયતી પગલારાજ્યમાં 91.88% હથિયારો જમા થયાંગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળની વેઢે ગણી શકાય એટલાં દિવસો બાકી છે રાજકિય પાર્ટીઓ તો તૈયારીઓ કરી જ રહી છે. સાથે-સાથે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે ચૂંટણીપંચ પણ કામગીરી કરી રહ્યું છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસ પ્રવૃત્તિ, રોકડ, દારૂની
- રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત
- વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154ની અટકાયતી પગલા
- રાજ્યમાં 91.88% હથિયારો જમા થયાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળની વેઢે ગણી શકાય એટલાં દિવસો બાકી છે રાજકિય પાર્ટીઓ તો તૈયારીઓ કરી જ રહી છે. સાથે-સાથે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે ચૂંટણીપંચ પણ કામગીરી કરી રહ્યું છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસ પ્રવૃત્તિ, રોકડ, દારૂની હેરફેર પર ચૂંટણીપંચની વૉચ છે ત્યારે આદર્શ આચારસંહિતા અમલી થયાં બાદ ચૂંટણીપંચ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવાય તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
13.51 કરોડનો દારૂ ઝડપાયો, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં તા. 03/11/2022 થી તા. 25/11/2022 સુધી કુલ 29,844 કેસો કરવામાં આવેલ છે જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂ. 24,75,650નો દેશી દારૂ અને રૂ. 13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂ. 17,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂ. 31,19,00,999નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે. એ સિવાય રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 39 કેસો નોંધી, કુલ 61,92,77,309નો ૧૪૬૦.૯૮૯૫ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.
2.91 લાખ અટકાયતી પગલાં
રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ 2,60,703 કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ 30,051 કેસો, Gujarat Police Act, 1951 હેઠળ 71 કેસો તથા PASA Act, 1985 હેઠળ 329 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવેલ છે.
રાજ્યમાં 91.88% હથિયારો જમા
રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા 51,126 એટલે કે 91.88% હથિયારો જમા કરી લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર, 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થજમા કરવામાં આવેલ છે.
સ્ટેટીક સર્વેલન્સ ટીમે 1.68 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. Static Surveillance Teams દ્વારા રૂ. 56,270નો IMFL, રૂ. 3,430નો દેશી દારૂ, રૂ. 1,53,00,000ના ઘરેણાં, રૂ. 92,84,730ની રોકડ રકમ તથા રૂ. 14,61,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
ફ્લાયીંગ સ્કોર્ડ દ્વારા 1.49 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો
Flying Squads દ્વારા રૂ. 11,242નો IMFL, રૂ. 500નો દેશી દારૂ, રૂ. 1,41,15,940 રોકડા Cash) તથા રૂ. 8,58,000ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,49,85,682નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
સ્થાનિક પોલીસે 69.30 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો
સ્થાનિક પોલીસ (Local Police) દ્વારા રૂ. 3,08,71,000 રોકડા (Cash), રૂ. 3,54,14,237ના ઘરેણાં, રૂ. 61,92,87,199ના NDPS પદાર્થો તથા રૂ. 74,33,924ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement