હાર બાદ પંજાબના CM ચન્ની અને ઉત્તરાખંડના CM ધામીએ આપ્યા રાજીનામા, 16 માર્ચે ભગવંત માન લેશે શપથ
વિધાનસભાની 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ
પંજાબના CMએ રાજીનામુ આપી દીધી છે. તો સાથે
સાથે ઉત્તરાખંડના CM ધામીએ
પણ રાજીનામું આપી દીધું છે. વિધાનસભામાં ચૂંટણીમા હાર બાદ આ બંને મંત્રીઓએ
રાજીનામુ આપ્યુ હતુ. ઉત્તરાખંડના
કાર્યવાહક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, ‘નવો જનાદેશ મળ્યો છે, આ
સમયગાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મેં મારા સહિત સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું માનનીય રાજ્યપાલને
સોંપ્યું છે. રાજ્યપાલે કહ્યું છે કે જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી
તમે કામ કરશો. ચંદીગઢમાં પંજાબના સીએમ ચરણજીત
સિંહ ચન્નીએ કહ્યું, ‘મેં
મારું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. તેમણે મને અને કેબિનેટને નવી સરકારના
શપથ ગ્રહણ સુધી રહેવા કહ્યું. હું
જનતાનો આદેશ સ્વીકારું છું.
પંજાબમાં આમ આદમી પાર્ટીની
શાનદાર જીત બાદ હવે ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ 13 માર્ચે AAPના વડા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન
અમૃતસરમાં રોડ શો કરશે. માન હાલમાં દિલ્હીમાં છે અને આજે મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પ્રસંગે AAP નેતા
રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી છે. માન ધુરી
બેઠક પરથી 58,206 મતોના જંગી અંતરથી જીત્યા છે.