Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉમેદવારની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ - કડીમાં ના મુકો ચાપલુશ ઉમેદવાર

ટિકિટ જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ કડી વિધાનસભાના ઉમેદવારનો વિરોધ કડી વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા જાહેર થયેલ ઉમેદવાર પ્રવીણ પરમારનો વિરોધગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી દીધી છે. યાદી જાહેર થતા જ પ
ઉમેદવારની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ   કડીમાં ના મુકો ચાપલુશ ઉમેદવાર
  • ટિકિટ જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ 
  • કડી વિધાનસભાના ઉમેદવારનો વિરોધ 
  • કડી વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા 
  • જાહેર થયેલ ઉમેદવાર પ્રવીણ પરમારનો વિરોધ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી દીધી છે. યાદી જાહેર થતા જ પાર્ટીની અંદર જ વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો છે. જીહા, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કડી વિધાનસભામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 
અમને 75 વર્ષમાં એક પણ વખત ટિકિટ મળી નથી : કડી કાર્યકર્તા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો થયા બાદ હવે ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે. મહત્વનું છે કે, એક પછી એક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત તબક્કાવાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ પ્રથમ તબક્કામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેવી યાદી જાહેર થઇ કે કોંગ્રેસ પાર્ટીમાં વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો છે. મહત્વનું છે કે, કડીના કોંગ્રેસ કાર્યકર્તાઓ અહીં વિરોધ નોંધાવ્યો છે. અહીં કાર્યકર્તાઓએ સેનવા સમાજને ટિકિટ આપવાની માંગ શરૂ કરી દીધી છે. કાર્યકર્તાઓ માંગણી પૂર્ણ કરાવવા માટે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિએ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને આ વિરોધનું કારણ પુછ્યું તો તેમણે જણાવ્યું કે, 'અમે સેનમા રાવત સમાજમાંથી આવીએ છીએ. અમને 75 વર્ષમાં એક પણ વખત ટિકિટ મળી નથી. અમારો મોટા ભાગનો સમાજ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છે. જો આ વખતે અમારી માંગ પૂર્ણ કરવામાં ન આવી, તો અમે કડી વિધાનસભા 24મા અમારો અપક્ષનો ઉમેદવાર ઉભો રાખીશું અને કોંગ્રેસને નુકસાન કરીશું.' અહીં બાબુભાઈ અને નરેશભાઈને ટિકિટ આપવા સેનવા સમાજની માંગ છે. 
  • કોંગ્રેસ કડી વિધાનસભા ઉમેદવારના નામને લઇ વિવાદ 
  • કડી સેનમા(રાવત) સમાજના લોકો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા 
  • એક કરોડ રૂપિયામાં કડીની બેઠક અપાઈ હોવાના આક્ષેપ 
  • ઉમેદવાર બદલવાની માંગ સાથે કોંગ્રેસ પર પ્રેસર લાવવા પ્રયત્ન 
  • કડી માં કોંગ્રેસ પ્રવીણ પરમારને આપી છે ટિકિટ 
  • સમાજના નરેશ સોલંકી અને બાબુભાઇ મકવાણા માંથી ટિકિટ આપવા માંગ 
  • અતિ પછાત 12 જ્ઞાતિઓ સેનમા સમાજના સમર્થનમાં 
  • કડી વિધાનાભામાં સેનમા સમાજના 20 હજાર મત



એક કરોડ રૂપિયામાં કડીની બેઠક અપાઈ હોવાના આક્ષેપ
જેવી કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થઇ કે પક્ષની અંદર જ વિરોધ શરૂ થઇ ગયો. તાજેતરમાં કડીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચી પોતાનો વિરોધ નોંધાવતા આક્ષેપ પણ લગાવ્યા છે. જીહા, કોંગ્રેસના કાર્યકર્તાઓએ કડીની બેઠક 1 કરોડ રૂપિયામાં અપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે વિરોધ સાથે પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવું પાર્ટી પર પ્રેસર લાવવાનો પણ અહીં પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કડીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રવીણ પરમારને ટિકિટ આપી છે. ત્યારે અહીં સેનમા સમાજના નરેશ સોલંકી અને બાબુભાઈ મકવાણામાંથી ટિકિટ આપવાની માંગ થઇ છે. આપને જણાવી દઇએ કે, કડી વિધાનસભામાં સેનમા સમાજના 20 હજાર મત છે. જે આ બેઠક પર સારો પ્રભાવ પાડી શકે છે. કડીમાં પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધને જોતા કોંગ્રેસ હવે આગળ શું પગલા ભરશે તે હવે જોવું રહ્યું. 

Advertisement
Tags :
Advertisement

.