Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વહીવટી તંત્ર આવ્યું એક્શન મોડમાં

રાજકોટ વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections)જાહેર થયા બાદ વહીવટી તંત્ર(Administrative system)સતત એક્શન મોડમાં છે. જેમાં ચૂંટણી જાહેર થયા પછી તરત જ ચૂંટણી લક્ષી અલગ અલગ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ 10 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તો આજે બીજા 7 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામામાં પોલિંગ બુથથી 200 મીટર વિસ્તારમાં અનઅધિકૃત રીતે લોકોએ એકઠા ન થવું.  કોઈપણ મોબાઈલ કે ઇલેકà«
વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વહીવટી તંત્ર આવ્યું એક્શન મોડમાં
રાજકોટ વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections)જાહેર થયા બાદ વહીવટી તંત્ર(Administrative system)સતત એક્શન મોડમાં છે. જેમાં ચૂંટણી જાહેર થયા પછી તરત જ ચૂંટણી લક્ષી અલગ અલગ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ 10 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તો આજે બીજા 7 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામામાં પોલિંગ બુથથી 200 મીટર વિસ્તારમાં અનઅધિકૃત રીતે લોકોએ એકઠા ન થવું.  કોઈપણ મોબાઈલ કે ઇલેક્ટ્રિક ગેઝેટનો ઉપયોગ ન કરવો અને બુથ આસપાસ દારૂ સિગરેટ ગુટકા જેવી વસ્તુઓનાં વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. 

જિલ્લા કલેક્ટરે  કહું  વિવિધ  બેઠક  પર 
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુનાં જણાવ્યા મુજબ, હાલમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રાજકીય પક્ષના લોકો,બેન્ક અધિકારી,પોસ્ટ ઓફિસ,ઇન્કમટેક્સ, અને પ્રેસ મીડિયા સાથે ચૂંટણી લક્ષી બેઠકો યોજવામાં આવી રહી છે. બેંકોમાં થતા ટ્રાન્ઝેક્શન પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. અને 10 લાખથી વધુ અથવા બલ્કમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો તેનો રિપોર્ટ કરવા માટેની સૂચના બેઠકમાં આપવામાં આવી છે. સાથે ફ્લાઇંગ્સ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરી દેવામાં આવી છે. અને ચૂંટણીને લઈને કોઈપણ ગેરકાયદેસર પ્રક્રિયા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 
ફેક ન્યુઝ અટકાવવા માટે તેમણે જણાવ્યું
ફેક ન્યુઝ અટકાવવા માટે તેમણે જણાવ્યું હતું કે, આ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. મીડિયાને પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોઇ સમાચાર ખરાઈ કર્યા વિના નહીં ચલાવવા અપીલ તેમણે કરી છે. અને જ્યારે કોઈપણ મેસેજ સોશિયલ મીડિયામાં વધુ પડતો વાયરલ થાય ત્યારે તેની ખરાઈ કરવા આ ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે. ઉપરાંત કોઈ ખોટા સમાચાર પ્રસારિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ચેતવણી પણ તેમણે આપી હતી. આ સાથે દિવ્યાંગો તેમજ વૃદ્ધો માટે ખાસ બુથ ઉભા કરવા ઉપરાંત તેઓ ઘેરબેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.