Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2002 પછી કોઇની હિંમત નથી થઇ કે માથુ ઉંચુ કરી શકેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઝાલોદમાં ચૂંટણી સભા સંબોંધી હતી. જે દરમ્યાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા.. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેના 75 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે.. કોંગ્રેસે માત્ર આદિવાસીઓના વોટ લેવાનું કામ કર્યું છે.. કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ ન બનાવ્યા.. જ્યારે ભાજપે આદિવાસી સમુદાયમાંથી આવતા દ્રૌપદી મૂર્મુને રàª
2002 પછી કોઇની હિંમત નથી થઇ કે માથુ ઉંચુ કરી શકેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઝાલોદમાં ચૂંટણી સભા સંબોંધી હતી. જે દરમ્યાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા.. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેના 75 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય કર્યો છે.. કોંગ્રેસે માત્ર આદિવાસીઓના વોટ લેવાનું કામ કર્યું છે.. કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ ન બનાવ્યા.. જ્યારે ભાજપે આદિવાસી સમુદાયમાંથી આવતા દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા. તેમણે કહ્યું કે મોદી સરકારે ગરીબો અને મધ્યમ વર્ગનું ધ્યાન રાખ્યું. 
રાહુલ ગાંધી રાતના અંધારામાં જઇને રસી મુકાવી આવ્યાઃ અમિત શાહ 
સાથે જ  ગૃહમંત્રીએ કોરોના કાળને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસ હોત તો કોરોનાની રસી ક્યારેય ન બની શકી હોય. તેમણે કહ્યું કે રાહુલ બાબા લોકોને રસી મુકાવવાની ના કહેતા રહ્યા અને  પોતે રાતના અંધારામાં જઇને રસી મુકાવી આવ્યા.. સાથે જ કોંગ્રેસના શાસનને યાદ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં છાશવારે તોફાન થતા હતા..પરંતુ 2002  પછી કોઇની હિંમત નથી કે માથુ ઉંચુ કરી શકે..તેમણે કહ્યું કે ઝાલોદને સૌથી વિકસિત વિસ્તાર બનાવવાનો ભાજપનો લક્ષ્યાંક છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આદિવાસી કલ્યાણ એટલે ભાજપ અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ.
અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર તૈયાર થઇ રહ્યું છેઃ અમિત શાહ 
ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો.. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે અયોધ્યામાં રામ મંદિરને લઇને રાહુલ ગાંધી કટાક્ષ કરતા હતા..અને આજે જુઓ અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર તૈયાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે જેટલા કમળ આપ ખીલવશો તેટલો વધુ ફાયદો થશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.