Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ગુજરાતમાં મોદી છે..' અભિનેતા રવિ કિશનનું ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ સોંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના જંગમાં હવે ભોજપુરી રંગ પણ જોવા મળશે. સમાચાર મળી રહ્યા છે કે  ભાજપ ( BJP)ના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશને (Ravi Kishan) ગુજરાતના ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને તેમનું ગુજરાતી અને ભોજપુરી ઉચ્ચારણો ધરાવતું મિક્સ રેપ ગીત કંપોઝ કર્યું છે. આ ગીતનો ઉપયોગ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં કરવામાં આવી શકે છે. ગુજરાતમાં મોદી છેરવિ કિશને  ગુજરાતમાં ચૂંટણી પ્રચ
 ગુજરાતમાં મોદી છે    અભિનેતા રવિ કિશનનું ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ સોંગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના જંગમાં હવે ભોજપુરી રંગ પણ જોવા મળશે. સમાચાર મળી રહ્યા છે કે  ભાજપ ( BJP)ના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશને (Ravi Kishan) ગુજરાતના ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને તેમનું ગુજરાતી અને ભોજપુરી ઉચ્ચારણો ધરાવતું મિક્સ રેપ ગીત કંપોઝ કર્યું છે. આ ગીતનો ઉપયોગ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં કરવામાં આવી શકે છે. 

ગુજરાતમાં મોદી છે
રવિ કિશને  ગુજરાતમાં ચૂંટણી પ્રચારને લઈને તેમનું ગીત 'ગુજરાતમાં મોદી છે' રિલીઝ કર્યું હતું. ગોરખપુરના બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશને તેનું ગુજરાતી-ભોજપુરી મિક્સ રેપ ગીત 'ગુજરાતમાં મોદી છે' સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું હતું. 
યુટયુબ પર સોંગ રિલીઝ કર્યું
મળી રહેલા અહેવાલો મુજબ રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ ગીત ગાયું છે. રવિ કિશને આ ગીત પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કર્યું છે.રવિ કિશને ટ્વિટ કરતાં લખ્યું કે ગુજરાતમાં શેર છે અને ગુજરાતમાં શેર જેસા મોદી અને ભૂપેન્દ્ર છે.
Advertisement

યુપી બિહારના મતદારોને આકર્ષવા પ્રયાસ
રવિ કિશનનું આ ગીત યુપી અને બિહારના પણ હાલ ગુજરાતમાં રહેતા મતદારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ગીત અંગે રવિ કિશન દ્વારા જણાવાયું હતું કે 'ગુજરાતમાં મોદી છે' ગીત વિકસિત ગુજરાતની અભિવ્યક્તિ છે.

ગુજરાતમાં રોજગાર માટે અનેક પરિવારો વસ્યા
ઉલ્લેખનિય છે કે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં નોકરી અને ધંધા માટે રોજગારી મેળવવા માટે બિહાર અને ઉત્તર પ્રદેશથી અનેક પરિવારો આવીને વસેલા છે. તેઓ ગુજરાતના મતદાર પણ છે અને તેમની સંસ્કૃતિ સાથે તેમનો નાતો પણ છે. આવા મતદારોને આકર્ષવા માટે ભોજપુરી ફિલ્મોના અભિનેતા રવિકિશન દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.