Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં AAP માત્ર હવામાં છે : રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ને લઈને મોટો દાવો કરતાં કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) જમીન પર નથી, માત્ર હવામાં છે, પરંતુ તેમની પાર્ટી મજબૂત છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કà«
ગુજરાતમાં aap માત્ર હવામાં છે   રાહુલ ગાંધી
ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ને લઈને મોટો દાવો કરતાં કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) જમીન પર નથી, માત્ર હવામાં છે, પરંતુ તેમની પાર્ટી મજબૂત છે અને રાજ્યમાં આગામી સરકાર બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે આ ચૂંટણીઓમાં તેમનો ઉપયોગ કેવી રીતે કરવો.

તેલંગાણામાં TRS સાથે હાથ મિલાવાનો કોઇ સવાલ નથી
રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર લોકોને લૂંટી રહી છે અને દલિતો અને આદિવાસીઓની જમીન છીનવી રહી છે. તેમણે કહ્યું કે ટીઆરએસ સાથે હાથ મિલાવવાનો સવાલ જ ઊભો થતો નથી. 

ગુજરાતમાં AAP માત્ર હવામાં છે
જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં ખૂબ જ અસરકારક રીતે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી માત્ર હવામાં છે. જમીન પર નથી. તે જાહેરાતો પાછળ પૈસા ખર્ચી રહી છે અને આવી સ્થિતિમાં તેની હવા ઉભી કરાઇ છે. તેમણે કહ્યું, 'ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. કોંગ્રેસ આ ચૂંટણી જીતશે.
રાહુલ ગાંધીએ બીજુ શું કહ્યું
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી પછી સત્તામાં આવે છે, તો સંસ્થાઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી મુક્ત કરવામાં આવશે અને તેમની સ્વતંત્રતા જાળવી રાખવામાં આવશે.તેમણે એમ પણ કહ્યું કે લોકતાંત્રિક હોવું અને સરમુખત્યારશાહી ન ચલાવવી એ "કોંગ્રેસનો ડીએનએ" છે, પરંતુ અન્ય પક્ષોને ક્યારે પૂછવામાં આવશે કે તેઓ પોતાને ત્યાં   ચૂંટણી કેમ નથી કરાવતા.
બંધારણીય માળખું નષ્ટ થઈ રહ્યું છે, 
રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણીય માળખું નષ્ટ થઈ ગયું છે. સંસ્થાઓ પર વ્યવસ્થિતપણે હુમલા કરવામાં આવ્યા છે. મીડિયા પર હુમલો થયો છે. માત્ર મીડિયા જ નહીં, પરંતુ ન્યાયતંત્ર, નોકરશાહી પર હુમલો થઈ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.