Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વધુ 9 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વધુ 9 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અગાઉ પણ 10 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી અને ગુરુવારે બીજી યાદી જાહેર કરીને વધુ 9 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ગુરુવારે જાહેર કરાયેલા નામો જોઇએ તો ચોટીલા
08:03 AM Aug 18, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વધુ 9 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 
આમ આદમી પાર્ટીએ અગાઉ પણ 10 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી અને ગુરુવારે બીજી યાદી જાહેર કરીને વધુ 9 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. 
ગુરુવારે જાહેર કરાયેલા નામો જોઇએ તો ચોટીલા બેઠક પરથી રાજુ કરપડા, માંગરોળ બેઠક પર પિયુષ પરમાર, ગોંડલ બેઠક પર નિમિષા ખૂંટ, સુરત 84 બેઠક પર પ્રકાશ કોન્ટ્રાક્ટર, વાંકાનેર બેઠક પરથી વિક્રમ સોરાણી, દેવગઢ બારીયા બેઠક પર ભરત વાકલા તથા અમદાવાદની અસારવા બેઠક પર જે.જે.મેવાડા તથા ધોરાજી બેઠક પર વિપુલ સખીયા અને જામનગર ઉત્તર બેઠક પર કરશન કરમુરના નામોની જાહેરાત કરાઇ હતી. 
ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ કરી છે. પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની વારંવાર મુલાકાતે આવી રહ્યા છે અને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. 

Tags :
AamAadmiPartyElectionGujaratAssemblyElection2022GujaratFirst
Next Article