Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર ઉત્તર બેઠક પર અનોખો જંગ, ભાભી રિવાબાને હરાવવા નણંદ નયનાબા કરશે પ્રચાર

જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર છે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે. જેમાં વરાછા, ગોંડલ, કતારગામ અને  જામનગર ઉત્તર સીટનો સમાવેશ થાય છે. જામનગર ઉત્તર સીટ પર ભાજપમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાની ઉમેદવારીથી રાજકીય માહોલ ગરમાયો છે. તેમાં પણ રિવાબા સામે તેમના નણંદ અને રવીન્દ્ર જાડેજાનાàª
06:55 AM Nov 13, 2022 IST | Vipul Pandya
જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર છે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં કાંટાની ટક્કર થવાની છે. જેમાં વરાછા, ગોંડલ, કતારગામ અને  જામનગર ઉત્તર સીટનો સમાવેશ થાય છે. જામનગર ઉત્તર સીટ પર ભાજપમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાની ઉમેદવારીથી રાજકીય માહોલ ગરમાયો છે. તેમાં પણ રિવાબા સામે તેમના નણંદ અને રવીન્દ્ર જાડેજાનાં મોટા બહેન અને કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નયનાબા જાડેજા રિવાબાને હરાવવા માટે પ્રચાર કરશે. આમ રિવાબા સામે નયનાબા પ્રચાર જંગમાં ઊતર્યા છે.આમ ગુજરાતની આ બેઠક પર ભાભી અને નણંદ પ્રચાર જંગ અને પાર્ટીમાં સામસામે આવી ગયાં છે.
રવિન્દ્ર જાડેજાના બહેનને ભલે ટિકીટ ન મળી, કોંગ્રેસના ઉમેદવાર માટે જોરશોરથી કરશે પ્રચાર 
જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ ત્રણ મહિના પહેલાં જ શરૂ કરી દીધી હતી અને જામનગર ઉત્તરમાંથી ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી. જો કે કોંગ્રેસે નયનાબાને બદલે બિપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેથી નયનાબાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ રિવાબા પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે. જ્યારે તેમના પતિ રવીન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે પ્રચારમાં જોડાશે અને સતત પત્નીને સાથ આપશે. 
આ પણ વાંચો - જાણો કઇ બેઠકો પર કોંગ્રેસે ભાઇ-બહેનની જોડીને કરી રિપિટ , શું છે આ પાછળ કોંગ્રેસનું ગણિત
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
battlecampaignElectionGujaratElection2022GujaratFirstJamnagarNayanabaRivabaseatunique
Next Article