Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની તાલીમ બેઠક યોજાઈ

કચ્છ(Kutch)જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી(Election Officer)અને જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.(Pravina D.K.)ના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની તાલીમ  બેઠક કલેક્ટર કચેરી, ભુજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં  કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય  ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી (Election)લક્ષી વિવિધ ૧૯ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા તેમજ સંલકન
કલેકટરશ્રી પ્રવિણા ડી કે ના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની તાલીમ બેઠક યોજાઈ
કચ્છ(Kutch)જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી(Election Officer)અને જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.(Pravina D.K.)ના અધ્યક્ષસ્થાને ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓની તાલીમ  બેઠક કલેક્ટર કચેરી, ભુજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં  કલેક્ટરશ્રીએ આગામી વિધાનસભાની સામાન્ય  ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી (Election)લક્ષી વિવિધ ૧૯ બાબતોનાં નિમાયેલા નોડલ અધિકારીશ્રીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા તેમજ સંલકન અને આયોજન સાથે સહયોગથી ચૂંટણી યોજાય તે માટે સજ્જતા કેળવવા જણાવ્યું હતુ.
          
ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે EVM/VVPAT મેનેજમેન્ટ,સ્વીપ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા સમય મર્યાદામાં તમામ પૂર્વ તૈયારીઓ અને  આયોજન સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અંગે સૌની સાથે ચર્ચા કરી હતી. ચૂંટણી કામગીરી સાથે સંકળાએલા તમામ તણાવ મુકત અને સરળતાથી પોતાની કામગીરી કરી શકે તે માટે આયોજનપૂર્વક સંબંધિત દરેકે પોતાની કામગીરી કરવા અને જરૂર પડે તો તેમનો ( કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી) તેમજ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રીનો સર્વ નોડલ અધિકારીશ્રીઓ સીધો સંપર્ક કરી શકે છે તેમ જણાવ્યું હતુ. 
          
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મતદારો લોકશાહીના પર્વ ચૂંટણીનો લાભ લઈને,પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃતિ કાર્યકમો યોજવા અને પ્રચાર પ્રસાર કરવાની  સૂચના આપી હતી. આ બેઠકમાંબ શ્રમિકોની મતદાન વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.કે.પટેલે સમગ્ર બેઠકનું સંચાલન કરી તમામને ચુંટણીલક્ષી જરૂરી બાબતોથી માહિતગાર કર્યા હતા. ચૂંટણી પંચનાં નિર્દેશ અને સૂચના અનુસાર સખી પોલીંગ બુથ, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા, સ્થળાંતરિત મતદારો તેમજ ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે  ચર્ચા કરવામાં આવી હતી. 
               
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા , જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડ તેમજ તમામ નોડલ અધિકારીશ્રીઓ તેમજ ચૂંટણી શાખાના નાયબ મામલદારશ્રીઓ અને  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Advertisement
Tags :
Advertisement

.