Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આજે કુલ 34 ઉમેદવારીપત્ર ઉપડ્યા

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોરબી(Morbi) જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં (Assembly seats) આજે ભાજપ, કોંગ્રેસ,બસપા અને આપ તેમજ અપક્ષ  સહિત કુલ 34 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા જેમાં 65 મોરબીની માળીયા બેઠક માટે હજુ ભાજપ કે કોંગ્રેસના  ઉમેદવારો જાહેર નથી થયા ત્યાં જ આજે કોંગ્રેસ બાદ ભાજપના નામે એક ફોર્મ ઉપડવાની સાથે બસપા સહિત કુલ 14 ઉમેદવારીપત્રો ઉપડયા હતા.માળીયા  બેઠક પર 14  ફોર્મ ઉપડયà
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આજે કુલ 34 ઉમેદવારીપત્ર ઉપડ્યા
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોરબી(Morbi) જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં (Assembly seats) આજે ભાજપ, કોંગ્રેસ,બસપા અને આપ તેમજ અપક્ષ  સહિત કુલ 34 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા જેમાં 65 મોરબીની માળીયા બેઠક માટે હજુ ભાજપ કે કોંગ્રેસના  ઉમેદવારો જાહેર નથી થયા ત્યાં જ આજે કોંગ્રેસ બાદ ભાજપના નામે એક ફોર્મ ઉપડવાની સાથે બસપા સહિત કુલ 14 ઉમેદવારીપત્રો ઉપડયા હતા.
માળીયા  બેઠક પર 14  ફોર્મ ઉપડયા
મોરબીના  માળીયા વિધાનસભા બેઠકના રિતર્નિંગ ઓફિસરના જણાવ્યા મુજબ આજરોજ કુલ 14 ફોર્મ ઉપડયા હતા જેમાં ભાજપના અશ્વિન ભવાનભાઈ વિડજા, બીએસપીમાંથી મુસાભાઈ અબ્રાહમભાઈ ચાનાણી, અપક્ષ ઉમેદવાર પરબત ભવાન હુંબલ, અરવિંદ લાલજીભાઈ કાવર, સુમરા ગુલામ હુસેન હાસમભાઈ, બટુકભાઈ મેરુભાઈ કોળી, શેરસિયા પરેશભાઈ વિઠ્ઠલભાઈ, રાઠોડ મનસુખભાઇ જીવણભાઈ, અમિતકુમાર પ્રભુભાઈ મેરજા, લાલજીભાઈ કરશભાઈ કોઠીયા, સુમરા હાજીભાઈ મહમદભાઈ, પીલુડિયા તૌફિકભાઈ અકબરભાઈ, જાદવ ધનજીભાઈ દેવજીભાઈ અને જીજ્ઞેશભાઈ ગુણવંતરાય દોશીએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા.
વાંકાનેર ધારાસભ્ય સહિત 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી 67  વાંકાનેર-કુવાડવા બેઠક માટે આજે કોંગ્રેસના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા સહીત કુલ કુલ મળી 12 ઉમેદવારીપત્ર ઉપડ્યા હતા.આ બેઠક ઉપર .એક અગાઉ સહિત અત્યાર સુધીમાં 13 ઉમેદવારી પત્રક ઉપડ્યા છે. 67 વાંકાનેર-કુવાડવા બેઠકના રિટર્નિંગ  ઓફિસરના સત્તાવાર આંકડા મુજબ આજે તા.7ના રોજ વાંકાનેર બેઠક માટે કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા અને ઈરફાન પીરઝાદાએ કોંગ્રેસ પક્ષ તરફથી બે ઉમેદવારી પત્ર મેળવ્યા હતા સાથે સાથે બસપાના ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયાએ તેમજ એક્સ ઉમેદવાર હસું હુસેન બાંભણીયા, ઉશ્માનગની ગાજીભાઈ, હુસેન અહમદ બાદી, મહેબૂબ જમાલ પીપરવાડીયા, નરેન્દ્ર વીરા દેંગડા, નરેન્દ્રસિંહ નટુભા ઝાલા, જીતેશ રૂપાભાઇ સાંતોલા, રાજુભાઈ રામજીભાઈ રીબડીયા અને લવજીભાઈ લાલજીભાઈ અંબલીયાએ ઉમેદવારીપત્ર ઉપાડ્યા હતા.
ટંકારામાં આપ સહીત આઠ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા થનગનતા આમ આદમી પાર્ટી સહીત આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક મેળવ્યા હતા.ટંકારા બેઠકના રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા મુજબ આજરોજ તા.7ના દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીના સંજયભાઈ ભટાસણા, કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય વતી નીરજભાઈ જાધાણી, રામજીભાઈ રૂપાભાઈ તાવધાર, બીએસપીના ઉમેદવાર વણોલ કિશોરભાઈ વાલજીભાઇ, અપક્ષ મનસુખભાઇ નારણભાઇ પરમાર, દાફડા હિંમતભાઇ હરિભાઈ, રાજેશભાઈ કરશનભાઇ અમૃતિયા અને નાનજીભાઈ ભાણજીભાઇ  સારેસા સહિત આઠ લોકોએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.