Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકશાહીની અદભૂત તસવીર, જાણો ભાજપ કોંગ્રેસ વચ્ચે ક્યાં થઇ 'ચાય પે ચર્ચા'

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પહેલા તબક્કાના મતદાન (Voting)ને આડે હવે માંડ બે દિવસ બચ્યાં છે ત્યારે જીતવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવારોની વિરુધ્ધ ભાષણ કરીને પોતાના મતો અંકે કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અમરેલીમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા. અમરેલીમાં કોંગ્રà
લોકશાહીની અદભૂત તસવીર  જાણો ભાજપ કોંગ્રેસ વચ્ચે ક્યાં થઇ  ચાય પે ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પહેલા તબક્કાના મતદાન (Voting)ને આડે હવે માંડ બે દિવસ બચ્યાં છે ત્યારે જીતવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવારોની વિરુધ્ધ ભાષણ કરીને પોતાના મતો અંકે કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અમરેલીમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી (Paresh Dhanani) ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા અને ભાજપના વરિષ્ટ નેતાઓ સાથે ચાની ચુસ્કી લીધી હતી. 
ઉમેદવારો એક બીજા સામે આરોપ લગાવતા હોય છે
આમ તો ચૂંટણીમાં એવું જોવા મળતું હોય છે કે રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે અને ક્યારેક તો ચૂંટણીમાં વાતાવરણ ગરમાઇ પણ જાય છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવારો સામે જાણે કટ્ટર હરીફ હોય અને દુશ્મન હોય તે રીતે પ્રચાર કરતા હોય છે. જો કે સામાન્ય રીતે રાજકીય આગેવાનો પણ એક બીજાના મિત્ર જ હોય છે તે પણ અવાર નવાર જોવા મળે છે. 
પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય પર
હાલ અમરેલી વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારો એક બીજા સામે ભરપૂર પ્રચાર કરી રહ્યા છે. જો કે ચૂંટણી પ્રચારના આજના અંતમ દિવસે અમરેલીમાં અદભૂત રાજકીય દ્રષ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા હતા. પરેશ ધાનાણી ભાજપ કાર્યાલયમાં પહોંચતાં જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. 
ભાજપના આગેવાનો સાથે લીધી ચાની ચુસ્કી
પરેશ ધાનાણી જ્યારે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે ત્યાં ભાજપના વરિષ્ટ આગેવાનો દિલીપ સંઘાણી, પુરસોત્તમ રુપાલા અને ગોરધન ઝડફીયા ચાની ચુસ્કી લગાવી રહ્યા હતા. પરેશ ધાનાણી જેવા ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા કે તુરત જ આ આગેવાનોએ પણ તેમને આવકાર્યા હતા અને તમામે સાથે બેસીને ચાની ચુસ્કી લીધી હતી. પરેશ ધાનાણીએ પણ ભાજપના આગેવાનો સાથે ચાની ચુસ્કી લીધી હતી. 
રાજકીય દાવેપચ ભુલી હળવાશની પળો માણી
પરેશ ધાનાણી તેમના ભાઇ શરદ ધાનાણી સાથે ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા હતા. તેઓ ભાજપના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સામાન્ય લોકો ચોંકી ઉઠ્યા હતા. પરેશ ધાનાણીએ ભાજપના વરિષ્ટ નેતાઓ સાથે હળવાશની પળો માણી હતી. ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. 
તંદુરસ્ત લોકશાહીની નિશાની
આ દ્રષ્યો જોઇને સામાન્ય વ્યક્તિ પણ અચંબો પામી ગયો કે એકબીજાના હરિફ આગેવાનો આ રીતે સાથે બેસીને ચાની ચુસ્કી પણ લઇ શકે છે. જો કે આપણા દેશની તંદુરસ્ત લોકશાહીની આ જ મજા છે. રાજકીય ખેલદિલી દાખવીને રાજકીય આગેવાનો એકબીજાને મળે ત્યારે લોકશાહી જીવંત છે તેનો ખ્યાલ આવી જાય છે. 
કાર્યકરો મને આશિર્વાદ આપે
આ તબક્કે  પરેશ ધાનાણી એ કહ્યું કે ભાજપની કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.