Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહમંત્રીશ્રી અમિત શાહની હાજરીમાં વલસાડમાં મળી બેઠક, દક્ષિણ ગુજરાતની બેઠકોને લઈ થઈ ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) 6 દિવસની ગુજરાત મુલાકાતે છે. હાલ સૌપ્રથમ તેઓ દક્ષિણ ગુજરાત (South Gujarat) પર ફોકસ કરી રહ્યા છે અને તેઓ વલસાડ પહોંચ્યા હતા. સતત બેઠકોનો દૌર ત્યાં ચાલી રહ્યો છે. અમિત શાહની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ તેમજ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.ગુજરà
ગૃહમંત્રીશ્રી અમિત શાહની હાજરીમાં વલસાડમાં મળી બેઠક  દક્ષિણ ગુજરાતની બેઠકોને લઈ થઈ ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) 6 દિવસની ગુજરાત મુલાકાતે છે. હાલ સૌપ્રથમ તેઓ દક્ષિણ ગુજરાત (South Gujarat) પર ફોકસ કરી રહ્યા છે અને તેઓ વલસાડ પહોંચ્યા હતા. સતત બેઠકોનો દૌર ત્યાં ચાલી રહ્યો છે. અમિત શાહની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ તેમજ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી  બેઠ મળી 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી  (Gujarat Assembly Election) પૂર્વે મંથન માટે આ બેઠક યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીં 35 વિધાનસભાની બેઠકો છે. આ બેઠકો માટે રણનીતિ ઘડવા માટે આ મેરેથોન બેઠક યોજાઈ હતી. ત્રણ અલગ અલગ તબક્કાની અંદર બેઠકોમાં ચર્ચા કરવામાં આવી છે. પહેલા તબક્કામાં મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી. જેમાં કેટલાક ધારાસભ્યોને રિપિટ કરવા પર ચર્ચા થઈ તો કેટલાક ધારાસભ્યોને પડતા મુકાય અને નવા ચહેરાને સ્થાન અપાય તેવી પણ ચર્ચા છે.
નર્મદા, ભરૂચમાં કોંગ્રેસ અને બીટીપીના સમર્થકો છે, આ બેલ્ટમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં સક્રિય થઈ છે. ત્યારે આપના રેવડી કલ્ચર મુદ્દે ભાજપ સવાલ ઉઠાવી રહી છે. આ રેવડી કલ્ચરની સામે પ્રચારના આખરી મુદ્દા ક્યાં હોઈ શકે? શિક્ષણની વાત આમ આદમી પાર્ટી કરી રહી છે. તો મફત શિક્ષણમાં ગુજરાતમાં કેવી કામગીરી થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં કેવી કામગીરી થઈ છે. પ્રચારની રણનીતિ કેવી હોવી જોઈએ, તેમા ક્યા ક્યાં મુદ્દા હોવા જોઈએ આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.