Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં મંથન, ગૃહમંત્રીશ્રીના નિવાસ્થાને ગુજરાતના નેતાઓની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણી જંગ જીતવા જુદાં-જુદાં સમીકરણોનો અભ્યાસ કરી ઉમેદવારો મેદાને ઉતારવા માંગે છે ત્યારે મળી રહેલા સમાચાર અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં મંથન શરૂ થયું. ગૃહમંત્રીશ્રી અમિત શાહના નિવાસ સ્થાને ગુજ
ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં મંથન  ગૃહમંત્રીશ્રીના નિવાસ્થાને ગુજરાતના નેતાઓની બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણી જંગ જીતવા જુદાં-જુદાં સમીકરણોનો અભ્યાસ કરી ઉમેદવારો મેદાને ઉતારવા માંગે છે ત્યારે મળી રહેલા સમાચાર અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં મંથન શરૂ થયું. ગૃહમંત્રીશ્રી અમિત શાહના નિવાસ સ્થાને ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળી હતી.
દિલ્હી ખાતે આજે સાંજે અમિત શાહના (Amit Shah) નિવાસસ્થાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદાવારો માટે મથન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને પુરષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યાં. કોર ગૃપની આ બેઠક 1 કલાક ચાલી હતી. બેઠક પૂર્ણ થયાં બાદ કોર ગૃપના તમામ સભ્યો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે ગયા હતા. અહીં પણ મોડી રાત સુધી કોર કમિટિની બેઠક ચાલી હતી. આગામી 10મી નવેમ્બરે ભાજપની પહેલી યાદી જાહેર થઈ શકે છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.