Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝઘડીયામાં પિતા-પુત્રના વિવાદનો સુખદ અંત, છોટુ વસાવાનાના પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત લીધી

ભરુચ જિલ્લાની ઝઘડિયા બેઠક છેલ્લા થોડા દિવસથી ચર્ચાનો વિષય બનેલી છે.. ખાસ કરીને આ  બેઠક પર  છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચેના વિવાદથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. દરમ્યાન આ બેઠક પરના  પિતા- પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે. બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવનાર મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર
ઝઘડીયામાં પિતા પુત્રના વિવાદનો સુખદ અંત  છોટુ વસાવાનાના પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી પરત લીધી
ભરુચ જિલ્લાની ઝઘડિયા બેઠક છેલ્લા થોડા દિવસથી ચર્ચાનો વિષય બનેલી છે.. ખાસ કરીને આ  બેઠક પર  છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચેના વિવાદથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. દરમ્યાન આ બેઠક પરના  પિતા- પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે. બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવનાર મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર મહેશે પોતાનું ફોર્મ પરત ખેંચીને પિતા છોટુ વસાવાને સમર્થન આપ્યું છે.
છોટુ વસાવાએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી 
ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.. જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
BTPના સ્થાપક છે છોટુ વસાવા 
બીટીપી એટલે કે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે  મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીતા સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.