મોદી... મોદી... ના નારા સાથે રાજકોટ બન્યું મોદીમય, જુઓ રોડ-શોની અદ્ભુત તસવીરો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રીએ આજે સાંજે રાજકોટ (Rajkot) પહોંચીને એરપોર્ટથી રેસકોર્સ સુધીનો વિશાળ રોડ-શો કર્યો હતો. વડાપ્રધાનના રોડ-શોમાં લોકોએ PMશ્રીનું મોદી... મોદી... ના નારા લગાવીને સ્વાગત કર્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે રાજકોટ એ
04:50 PM Oct 19, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટમાં રોડ શો બાદ કુલ રૂ. 6,990 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં તેઓ 1100 આવાસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાનશ્રીએ આજે સાંજે રાજકોટ (Rajkot) પહોંચીને એરપોર્ટથી રેસકોર્સ સુધીનો વિશાળ રોડ-શો કર્યો હતો. વડાપ્રધાનના રોડ-શોમાં લોકોએ PMશ્રીનું મોદી... મોદી... ના નારા લગાવીને સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી રેસકોર્સ સુધી તેમણે રોડ શો કર્યો હતો.
રોડ શોમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
એક હાથથી અભિવાદન, એક હાથમાં મોબાઈલ PMશ્રીના સ્વાગત માટે કંઈક જુદો જ હતો રાજકોટવાસીઓનો ઉત્સાહ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં જુદા જુદા 67 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા.
રોડ શોમાં રઘુવંશી સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ સહિતના જુદા જુદા સમાજ દ્વારા તેમનું સ્વાગત કરાયું.
વડાપ્રધાનશ્રીના રોડ-શોમાં વિશાળ જનમેદની ઉમટી, સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
રોડ-શોમાં વડાપ્રધાનશ્રીનું અલગ-અલગ પ્રતિકૃતિ સાથે સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાનશ્રીએ સમગ્ર રોડ શોમાં ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝિલ્યું હતુ.
વડાપ્રધાનશ્રી સાથે ખુલ્લી જીપમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પણ સવાર હતા.
એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ શોમાં 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
વર્ષ 2017માં વડાપ્રધાનશ્રી દ્વારા રાજકોટમાં રોડ શો થયો હતો જે બાદ આજે ફરી રોડ શો થયો છે પણ લોકોના નરેન્દ્રભાઈ પ્રત્યેના પ્રેમમાં કોઈ કમી નહોતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક મેળવવા અને અભિવાદન માટે લોકો ઉત્સુક જોવા મળ્યા.
રાજકોટ ખાતે આજના PMશ્રીના રોડ શોમાં બાળકોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું હતું.
મોદી... મોદી... ના નારા સાથે રાજકોટ મોદીમય બન્યું હતું. જ્યાંથી વડાપ્રધાનશ્રીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી તે રાજકોટની ધરતીએ તેમના પોતાના નેતાને આવકાર્યાં હતા.
Next Article