દિવાળી (Diwali)પહેલા રાજ્ય સરકાર (State Govt)દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા CNG અને PNGના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.ભાજપ પ્રવક્તામંત્રીશ્રી જીતુવાઘાણીએ શું કહ્યુંઆ અંગે જાહેરાત કરતાં ભાજપ પ્રવક્તામંત્રીશ્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયà
દિવાળી (Diwali)પહેલા રાજ્ય સરકાર (State Govt)દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા CNG અને PNGના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.
ભાજપ પ્રવક્તામંત્રીશ્રી જીતુવાઘાણીએ શું કહ્યું
આ અંગે જાહેરાત કરતાં ભાજપ પ્રવક્તામંત્રીશ્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
CNGમાં 10 ટકા ઘટાડો
તેમણે કહ્યું હતું કે, CNGમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કિલોદીઠ 6થી 7 રુપિયાનો લાભ થશે. એવી જ રીતે પીએનજી પર પાંચથી સાડા પાંચ રૂપિયાનો લાભ કિલોદીઠ થવાનો છે. તેમણે રાજ્ય સરકારની આ જાહેરાતને ખૂબ જ મોટી ગણાવી હતી અને રાજ્યની સરકારને દિવાળીની ભેટ તરીકે પણ ગણાવી હતી. આમ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થીને લાભ થશે. સીધા જ તેમના ખાતામાં પૂરી રકમ જમા થશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ જાહેરાત મહત્વની મનાય છે. સાથે જ વાહનચાલકો અને રીક્ષાચાલકો માટે મોટા સમાચાર છે.