Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

100 વર્ષના વૃદ્ધ મહિલા બન્યા જુવાનીયાઓ માટે દાખલો, મતદાનને લઇને આપ્યો આ સંદેશ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના યુવા અને વૃદ્ધ મતદારો સરકારને ચૂંટવા માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે ઘણા વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા ઘરની બહાર આવી રહ્યા છે. ગુરુવારે પ્રથમ તબક્કામાં ઉમરગામમાં 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.પ્રથમ તબક્કાની 89 બેઠકો પરની ચૂંટણીમà
100 વર્ષના વૃદ્ધ મહિલા બન્યા જુવાનીયાઓ માટે દાખલો  મતદાનને લઇને આપ્યો આ સંદેશ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના યુવા અને વૃદ્ધ મતદારો સરકારને ચૂંટવા માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે ઘણા વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા ઘરની બહાર આવી રહ્યા છે. ગુરુવારે પ્રથમ તબક્કામાં ઉમરગામમાં 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પ્રથમ તબક્કાની 89 બેઠકો પરની ચૂંટણીમાં 37 ટકા મતદાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ઘણા ઘરડા લોકો મતદાન કરવા નીકળ્યા છે, ત્યારે એક વૃદ્ધ મહિલા કે જેમનું નામ કમુબેન લાલાભાઈ પટેલ છે તેમણે લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે. મહત્વનું છે કે, 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે, મતદાન કેન્દ્ર પર મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ લાઈનોમાં તમામ ઉંમરની મહિલાઓ દેખાઈ રહી છે, જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આવી છે. આ ક્રમમાં ઉમરગામમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, તે દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે.
આપને જણાવી દઇએ કે, ભરૂચના એક મતદાન મથક પર વૃદ્ધોની ભીડ જોવા મળી હતી. કેટલાક વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા હતા તો કેટલાક લાકડી લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે ગુજરાતમાં ચાલી રહેલા પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે વરિષ્ઠ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ત્યાં જ, બોટાદના મતદાન મથક પર લગ્ન મંડપમાં પહોંચે તે પહેલાં, એક કન્યા તેના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 9.8 લાખ વરિષ્ઠ નાગરિક મતદારો છે.
Advertisement

મહત્વનું છે કે, ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે એટલે કે ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતની જનતા 788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. વળી, આ વખતે ભાજપ તેની પરંપરાગત હરીફ કોંગ્રેસ સાથે જ નહીંં પરંતુ આમ આદમી પાર્ટી (AAP) સાથે પણ સ્પર્ધા કરી રહી છે જે પોતાને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 89 બેઠકો પર 2,39,76,670 મતદારો 788 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કુલ મતદારોમાં 1,24,33,362 પુરૂષ, 1,1,5,42,811 મહિલા અને 497 ત્રીજા લિંગના છે, એમ સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે. 4 લાખથી વધુ PWD મતદારો તેમનો મત આપવા માટે પાત્ર છે. લગભગ 9.8 લાખ વરિષ્ઠ નાગરિક મતદારો (80+) અને લગભગ 10,000 મતદારો કે જેઓ 100 અને તેથી વધુ છે તેઓ મતદાન કરવા પાત્ર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.