Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતીકાલે અમદાવાદમાં PM MODIનો 38 કિમીનો મેગા રોડ શો

આવતીકાલે ગુરુવારે 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આવતીકાલે ગુરુવારે અમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હàª
02:06 PM Nov 30, 2022 IST | Vipul Pandya
આવતીકાલે ગુરુવારે 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આવતીકાલે ગુરુવારે અમદાવાદ (Ahmedabad)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હશે. 
 આ ચૂંટણીમાં પીએમનો પહેલો રોડ શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી આવતીકાલે ગુરુવારે અમદાવાદમાં પહેલો રોડ શો કરશે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાને તાજેતરમાં સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડે તેવી સંભાવના છે. 
રોડ શો નો આ રુટ હશે
આ રોડ શો નરોડા ગામથી ચાલુ થશે અને ચાંદખેડા સુધી તેનો રુટ તૈયાર કરાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી રોડ શો યોજાશેય 
બુધવારે ભાજપના નેતાઓનો આક્રમક પ્રચાર 
અમદાવાદમાં બુધવારે અસારવાથી મેઘાણીનગર સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પણ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ ઉપરાંત સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમરાઇવાડી વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ બહેરામપુરામાં રોડ શો યોજ્યો હતો. આ સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ નારણપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--સંતરામપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં શું કહ્યું,જાણો
Tags :
AhmedabadBJPGujaratElectionElection2022GujaratAssemblyElection2022GujaratElection2022GujaratFirstMegaRoadShowNarendraModi
Next Article