Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી જિલ્લામાં કુલ 35 ઉમેદવારો છે મેદાનમાં, 3 બેઠકો પર ભાજપના 3 મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર

રાજ્યમાં બે સપ્તાહ બાદ વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધાં છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓના પરિણામ પર રાજકિય પંડિતો તથા સામાન્ય લોકોની નજર હશે. જે પૈકી આ વખતે પુલ દુર્ઘટના બાદ મોરબી (Morbi) જિલ્લાની વિધાનસભાના ચૂંટણી પરિણામો પર સૌ કોઈની નજર રહેશે ત્યારે મોરબી જિલ્લામાં કેટલા ઉમેદવારો છે તથા
મોરબી જિલ્લામાં કુલ 35 ઉમેદવારો છે મેદાનમાં  3 બેઠકો પર  ભાજપના 3 મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર
રાજ્યમાં બે સપ્તાહ બાદ વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધાં છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓના પરિણામ પર રાજકિય પંડિતો તથા સામાન્ય લોકોની નજર હશે. જે પૈકી આ વખતે પુલ દુર્ઘટના બાદ મોરબી (Morbi) જિલ્લાની વિધાનસભાના ચૂંટણી પરિણામો પર સૌ કોઈની નજર રહેશે ત્યારે મોરબી જિલ્લામાં કેટલા ઉમેદવારો છે તથા રાજકિય પાર્ટીઓની શુ તૈયારી છે તેના વિશે જાણીએ.
35 ઉમેદવારો મેદાનમાં
મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મોરબીમાં 9, ટંકારામાં 2 અને વાંકાનેરમાં આજે 2 ફોર્મ પરત ખેંચાતા મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે અને ચૂંટણીચિત્ર સ્પષ્ટ બન્યું છે. જો કે એક EVMમાં બેલેટ યુનિટમાં 16 ઉમેદવારોના નામ જ રહી શકતા હોય મોરબી માળીયા બેઠકમાં 17 ઉમેદવાર હોવાથી બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે.
મોરબી-માળીયા બેઠક પર  17 ઉમેદવારો
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની સ્થિતિ જોઈએ તો મોરબી-માળીયા બેઠક માટે કુલ 36 ફોર્મ ભરાયા હતા જેમાં બે ફોર્મ રદ થવાની સાથે બે દિવસમાં કુલ 9 ઉમેદવારીપત્ર પરત ખેંચાવાની સાથે એકથી વધુ ઉમેદવારી પત્રક રજૂ કરનાર ઉમેદવારના ફોર્મ આપોઆપ રદ થતા મોરબી બેઠકમાં હવે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આપ (AAP), BSP અને અપક્ષ મળી કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.

ત્રણ બેઠક પર ભાજપના ત્રણ મુખ્યમંત્રીઓ કરશે ઝંઝાવાતી પ્રચાર
ભાજપ પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે કાર્પેટ  બોમ્બિગ શરૂ કરવાનું છે જે અંતર્ગત આવતીકાલે તા.18ના રોજ મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપર ભાજપના ત્રણ મુખ્યમંત્રી સભા ગજાવશે. જેમાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી અદિત્યનાથ (Yogi Adityanath) બપોરે 12.15 કલાકે કિરણ સીરામીક, રાતી દેવડી રોડ વાંકાનેર ખાતે, મોરબી-માળીયા વિધાનસભા મતવિસ્તારમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivrajsinh Chauhan), રત્નકલા ગ્રાઉન્ડ, શનાળા રોડ મોરબી ખાતે, બપોરે 3.45 કલાકે અને  ટંકારા બેઠક માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel), મોરબી રવાપર ચોકડી ખાતે અંદાજે 4 વાગ્યા આસપાસ સભા સંબોધન કરી ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફી માહૌલ ઉભો કરશે.
ગત ચૂંટણીનું ચિત્ર
વર્ષ 2017ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Elections 2017) મોરબી બેઠકમાં 9 ઉમેદવાર મેદાનમાં હતા અને  71.67% મતદાન થયું હતું. જયારે  ટંકારા બેઠકમાં12 ઉમેદવાર મેદાનમાં હતા અને  74.43% મતદાન થયુ હતું. જયારે વાંકાનેર બેઠકમાં 14 ઉમેદવાર વચ્ચેના ચૂંટણી જંગમાં 74.89% મતદાન થયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.