ભાજપની યાદીમાં 14 મહિલા ઉમેદવારો અને 4 ડોક્ટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે ગુરુવારે 182માંથી 160 ઉમેદવારોની યાદી (BJP Candidates List) જાહેર કરી છે. આ યાદીને જોતાં ભાજપે 69 ઉમેદવારોને રિપીટ કર્યા હોવાનું જણાઇ આવે છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ ભાજપ હવે આગામી દિવસોમાં વધુ 22 ઉમેદવારોના નામ જાહેર કરશેક્યાંક ખુશી ક્યાંક ગમ નો માહોલગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહà
08:10 AM Nov 10, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે ગુરુવારે 182માંથી 160 ઉમેદવારોની યાદી (BJP Candidates List) જાહેર કરી છે. આ યાદીને જોતાં ભાજપે 69 ઉમેદવારોને રિપીટ કર્યા હોવાનું જણાઇ આવે છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ ભાજપ હવે આગામી દિવસોમાં વધુ 22 ઉમેદવારોના નામ જાહેર કરશે
ક્યાંક ખુશી ક્યાંક ગમ નો માહોલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેર થતાં જ ક્યાંક ખુશી ક્યાંક ગમ નો માહોલ જોવા મળ્યો હતો. જે નેતાઓએ પોતાનું નામ જાહેર થશે તેવી આશા રાખી હતી. તે નેતાઓએ હવે તેઓ પક્ષનું કામ કરશે તેવી લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આ વખતે સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ પોતે ચૂંટણી લડવા માગતા નથી તેવું હાઇકમાન્ડને જણાવી દીધું હતું
યાદીનું વિશ્લેષણ
ભાજપે આજે જે યાદી જાહેર કરી છે તેનું વિશ્લેષણ કરીએ તો પ્રથમ ચરણના 89 પૈકી 83 ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે બીજા ચરણના 93 પૈકી 77 ઉમેદવાર જાહેર કરાયા છે. ગત વખતની યાદીમાંથી 84 નામ કપાયા છે.
69 ઉમેદવારોને કરાયા રિપીટ
યાદીને જોતાં જણાઇ આવે છે કે 160 ઉમેદવારની યાદીમાં 69 ઉમેદવારને રિપીટ કરાયા છે અને આ 160 ઉમેદવાર પૈકી 14 મહિલા ઉમેદવાર ઉતારાયા છે.
4 ઉમેદવારો ડોક્ટર
160 ઉમેદવારો પૈકી 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો PHDની ડિગ્રી ધરાવે છે. યાદીમાં 22 નામ હજુપણ જાહેર કરવાના બાકી છે. યાદીને જોતાં 2017માં કોંગ્રેસમાંથી લડેલા 7 ઉમેદવારોને ટિકીટ આપી છે અને વર્તમાન 38 ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article