Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદના 103 વર્ષના સુમનભાઇએ વડાપ્રધાનશ્રીને ગળે વળગીને આશીર્વાદ આપ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દાહોદના 103 વર્ષના સુમનભાઇએ (Sumanbhai) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ગળે વàª
દાહોદના 103 વર્ષના સુમનભાઇએ વડાપ્રધાનશ્રીને ગળે વળગીને આશીર્વાદ આપ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દાહોદના 103 વર્ષના સુમનભાઇએ (Sumanbhai) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ગળે વળગીને તેમને આશીર્વાદ આપ્યા હતા. આ ફોટોગ્રાફને વડાપ્રધાનશ્રીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમજ લખ્યું છે કે દાહોદથી એક વિશેષ ક્ષણ 103 વર્ષના સુમનભાઇએ મને આશીર્વાદ આપ્યા હતા. 
ભાજપ સરકારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી દુનિયાને સંદેશ આપ્યો: PM
ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. એટલું જ નહીં ભાજપે જાહેર કરેલા આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન પણ ન આપ્યું. ભાજપે જ દેશમાં પ્રથમ વાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે.

કોંગ્રેસ આદિવાસીઓને દેવાના ડુંગરમાં નાખી દેતુ: PM
કોંગ્રેસના જમાનામાં લોન મેળા કરતા અને એમાય પહેલી કટકી નેતાઓની હોય. લોન આપ્યા પછી આદિવાસી માણસ દેવામાં ડુબી જતો. પણ આજે અમે એની જીંદગી બદલી દીધી. મારો આદિવાસી યુવક ડોક્ટર બને, મેડિકલ કોલેજ દાહોદમાં ઊભી થાય એ કામ અમે કર્યુ છે. આ વિકાસની દિશા આપણે પકડેલી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.