Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા માટે કોંગ્રેસ કારોબારીએ સોનિયા ગાંધીને ગુજરાત કોંગ્રેસની સત્તા આપતો ઠરાવ કર્યો

રવિવારે મળેલી ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાની માગ કરાઇ હતી અને  ગુજરાત કોંગ્રેસના સંગઠનને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા સોનિયા ગાંધીને આપવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે ખાસ કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં àª
શા માટે કોંગ્રેસ કારોબારીએ સોનિયા ગાંધીને ગુજરાત કોંગ્રેસની સત્તા આપતો ઠરાવ કર્યો
રવિવારે મળેલી ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાની માગ કરાઇ હતી અને  ગુજરાત કોંગ્રેસના સંગઠનને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા સોનિયા ગાંધીને આપવામાં આવી હતી. 
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે ખાસ કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના સિનીયર અગ્રણીઓ, ધારાસભ્યો તથા જીલ્લા અને તાલુકા પ્રમુખોએ હાજરી આપી હતી. 
આ બેઠકમાં ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ પણ  ગુજરાત કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસ કારોબારીએ  સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાની માગ કરી હતી.
કારોબારી બેઠકમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ મૂક્યો હતો.  ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને  ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો. ચૂંટણી PRO શોભા ઓઝાની ઉપસ્થિતિમાં ઠરાવ પસાર કરાયો હતો. 
કારોબારી બેઠકમાં  મારૂં બુથ મારૂં ગૌરવ તથા 'ચલો બુથ' અભિયાનની ચર્ચા કરવામાં આવી રહી છે. આ  અભિયાન અંતર્ગત થયેલા કામોની પણ આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.  કોંગ્રેસના સંકલ્પપત્રો 1.50 કરોડ ઘરમાં પહોંચાડવા અને 
24થી 26 સપ્ટેમ્બર દરમિયાન 52 હજાર બુથ અંગે કામગીરી કરવા બાબતની પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.