Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, જાણો શું થયું

નવસારી (Navsari)ના ખેરગામ ગામે સરપંચના ઘરે મિટિંગ માટે આવેલા કોંગ્રેસી (Congress)  ધારાસભ્ય (MLA) અને આદિવાસી નેતા અનંત પટેલ (Anant Patel) ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમને આંખના ભાગે ઇજા થઇ હતી. તેમના સમર્થનમાં હજારો આદિવાસી સમાજના લોકો ખેરગામ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.લોકોએ તોડ ફોડ પણ કરી હતી. ગાડીમાંથી બહાર ખેંચીને હુમલો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે à
02:50 AM Oct 09, 2022 IST | Vipul Pandya
નવસારી (Navsari)ના ખેરગામ ગામે સરપંચના ઘરે મિટિંગ માટે આવેલા કોંગ્રેસી (Congress)  ધારાસભ્ય (MLA) અને આદિવાસી નેતા અનંત પટેલ (Anant Patel) ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમને આંખના ભાગે ઇજા થઇ હતી. તેમના સમર્થનમાં હજારો આદિવાસી સમાજના લોકો ખેરગામ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.લોકોએ તોડ ફોડ પણ કરી હતી. 
ગાડીમાંથી બહાર ખેંચીને હુમલો 
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક શખ્સો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે દ્વારા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડા તત્વોએ રોકી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
હુમલાના પગલે લોકોએ તોડફોડ અને આગ ચાંપી
ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા પ્રકરણમાં સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ખેરગામમાં ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચાર કરી એકત્ર થયેલા ટોળાએ પોલીસની તેમજ અને અન્ય ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું અને ભીખુભાઈ આહીર ની દુકાને તોડી આગ ચાંપી દીધી હતી તો ફાયર ફાયટરની ગાડીને પણ નુકશાન પોહચાડ્યું હતું. આનંદ પટેલ ના  સમર્થન માં આવેલા અનેક લોકોએ  પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા અને પોલીસ પર પથ્થર મારો પણ કર્યો હતો. સમગ્ર મામલાને લઈને રાત્રના ત્રણ કલાકે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 
આરોપીઓને પકડવા પોલીસને અલ્ટીમેટમ
પોલીસે ફરિયાદ નોંધતા જ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ૭૨ કલાકમાં આરોપીઓને ઝડપી લેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આરોપીઓને 72 કલાકની અંદર નહીં પકડવામાં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે .
આ ઘટનાને કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વખોડી કાઢી હતી અને તેને કાયરોનો હુમલો ગણાવ્યો હતો. 
આ પણ વાંચો--ચાંદખેડાની 17 વર્ષીય સગીરા પર પ્રેમી સહિત 3 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
Tags :
AnantPatelattackCongressMLAGujaratFirstVansada
Next Article