કોંગ્રેસમાં આ 35 બેઠકો પર ફસાયો પેંચ, આજે જાહેર થઇ શકે છેલ્લી યાદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે મોટાભાગની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થઇ ચુકી છે પણ કોંગ્રેસ (Congress) 35 બેઠકો પર હજુ સુધી પોતાના ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસની છેલ્લી યાદી તૈયાર કરવા માટે વરિષ્ઠ નેતાઓમાં ભારે ચર્ચા વિચારણા થઇ રહી છે અને ક્યાં કોને ટિકિટ આપવી તે અંગે મનોમંથન થઇ રહ્યું છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગણતરીના કલાકોમાં કોંગ્રેસની છેલ્લી યાદà«
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે મોટાભાગની બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થઇ ચુકી છે પણ કોંગ્રેસ (Congress) 35 બેઠકો પર હજુ સુધી પોતાના ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસની છેલ્લી યાદી તૈયાર કરવા માટે વરિષ્ઠ નેતાઓમાં ભારે ચર્ચા વિચારણા થઇ રહી છે અને ક્યાં કોને ટિકિટ આપવી તે અંગે મનોમંથન થઇ રહ્યું છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગણતરીના કલાકોમાં કોંગ્રેસની છેલ્લી યાદી જાહેર થઇ શકે છે.
10 ધારાસભ્યો વિશે મૂંઝવણ
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં કોંગ્રેસની છેલ્લી યાદી જાહેર થઇ શકે છે. પ્રદેશ નેતૃત્વે દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ યાદી મોકલી આપી છે અને દિલ્હીથી ગમે ત્યારે કોંગ્રેસની યાદી તૈયાર થઇ શકે છે. આજની યાદીમાં તમામ નામો જાહેર થઇ શકે છે. ગુજરાતમાં હજું સુધી 35 પૈકી 10 વર્તમાન ધારાસભ્યો અંગે કોંગ્રેસે નિર્ણય કર્યો નથી.
વર્તમાન 3થી 4 ધારાસભ્ય કપાઇ શકે
કોંગ્રેસમાં છેલ્લા ઘણા દિવસોથી ઉમેદવારો અંગે મથામણ ચાલી રહી હતી અને પોતાના વર્તમાન 10 ધારાસભ્યોને કાપવા કે રીપિટ કરવા તે અંગે કોંગ્રેસમાં ભારે મુંઝવણ જોવા મળી હતી. જો કે વિશ્વસનીય યુત્રોએ કહ્યું કે વર્તમાન 3થી 4 ધારાસભ્યોની ટિકિટ કપાવાનું નક્કી છે. ઉલ્લેખનિય છે કે 3 બેઠકો ઉપર કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે.
આ બેઠકો પર ટિકિટ કપાઇ શકે
પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામથી ધારાસભ્ય લાખા ભરવાડ લગભગ રિપીટ મનાઇ રહ્યા છે જ્યારે ધંધુકા બેઠક પર યુથ કોંગ્રેસના અધ્યક્ષ હરપાલસિંહ અને ચાલુ ધારાસભ્ય રાજેશ ગોહિલ વચ્ચે પેંચ ફસાયો છે. ઉપરાંત બેચરાજીથી વર્તમાન ધારાસભ્ય ભરતજી ઠાકોરની ટિકિટ કપાઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે જ્યારે બાયડથી વર્તમાન ધારાસભ્ય જશુભાઇ પટેલની પણ ટિકિટ કપાઈ શકે છે તેવા સમાચાર આવી રહ્યા છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ શકે છે.
અહીં પણ ભારે ખેંચતાણ
બીજી તરફ કપડવંજમાં વર્તમાન ધારાસભ્ય કાળુભાઇ ડાભી અને બિમલ શાહ વચ્ચે પેંચ ફસાયો છે જ્યારે પાલનપુરમાં મહેશ પટેલ રવીરાજ ગઢવી, અને રાજુભાઇ જોશી વચ્ચે કોને ટિકિટ અપાય તે અંગે પેંચ ફસાયો છે. દિયોદરમાંથી શિવાભાઈ ભુરિયા ભરત વાઘેલા, અને અનિલ માળી વચ્ચે પેંચ ફસાયો છે. પેટલાદમાં વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલ તેમના અથવા તેના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા છે જેથી પેંચ ફસાયો છે. જો કે પેટલાદમાં ભરતસિંહ સોલંકીને પાર્ટી લડાવે તો પણ નવાઈ નહિ તેમ લાગી રહ્યું છે.
આ બેઠકો પર પણ ચર્ચા
ઉપરાંત ઠાસરાથી વર્તમાન ધારાસભ્ય કાંતિભાઈ પરમાર રિપીટ થઇ શકે છે જ્યારે બાલાસિનોરથી વર્તમાન ધારાસભ્ય અજિત ચૌહાણ પણ રિપિટ થઇ શકે છે. કાંકરેજમાં અમરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, સી વી ઠાકોર વચ્ચે પેંચ ફસાયો છે, જ્યારે ઊંઝામાં અરવિદ પટેલ અને પીન્કીબેન પટેલ પેંચ ફસાયો છે. વિસનગર બેઠક પર કિરીટ પટેલ, જીતુ ચૌધરી, અને રામાજી ઠાકોરના નામ માંથી એક ફાઇનલ થઇ શકે છે. મહેસાણાથી ડૉ રાજુભાઇ પટેલ, ભાવેશ પટેલ, અને કનકસિંહ ઝાલા વચ્ચે કોને ટિકિટ આપવી તે અંગે ચર્ચા ચાલી રહી છે.
અહીં પણ પેંચ ફસાયો
ભિલોડાથી રાજન ભાગોર અને રાજેન્દ્ર પારઘીમાંથી એક નામ લગભગ નક્કી મનાઇ રહ્યું છે. પ્રાંતિજ બેઠક પર બેચરસિંહ અને ભગવતસિંહ ઝાલા વચ્ચે પેંચ ફસાયો છે, જ્યારે દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડ(પૂર્વ ધારાસભ્ય), વખતસિંહ ચૌહાણ, અને કાળુસિંહ વિહોલા વચ્ચે પેંચ ફસાયો છે જ્યારે સાણંદથી પંકજસિંહ વાઘેલા લગભગ નક્કી મનાઇ રહ્યું છે. ધોળકા બેઠક માટે અશ્વિન રાઠોડ અને જશુભાઈ સોલંકી વચ્ચે પેંચ ફસાયો છે.
અન્ય બેઠકોના નામ પણ આજે જાહેર થઇ શકે
ગાંધીનગર નોર્થ માટે નિશીત વ્યાસ અથવા અજીતસિંહ વાઘેલા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ ઉપરાંત નારણપુરા, મણિનગર, અસારવા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શહેરા, ગોધરા, હાલોલ, (st) દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકના ઉમેદવારોના નામ પણ આજે જાહેર થઇ જશે.
કાંકરેજ બેઠક પર ભારે ચર્ચા
ચર્ચા મુજબ બનાસકાંઠાની કાંકરેજ બેઠક પર જગદીશભાઈના નાના ભાઈ અમરત ઠાકોરને ટિકિટ આપવી કે કેમ તે મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. કાંકરેજ બેઠક પર અમરત ઠાકોર, ભરતજી ઠાકોર અને સી.વી.ઠાકોરે દાવેદારી કરી છે. અમરત ઠાકોરને ટીકીટની ચર્ચાથી સ્થાનિક કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને કાંકરેજ કોંગ્રેસે સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવા માંગ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--સુરતમાં AAP પાર્ટીના ઉમેદવાર થયા સંપર્ક વિહોણા