સત્યનારાયણની કથામાં આવો.....ચૂંટણી ટાણે જાણો આવું કોણ કહી રહ્યું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભાજપ (BJP) હવે મતદારો માટે સત્યનારાયણની કથા પણ કરાવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારોને સીધી જ રીતે કનેક્ટ કરવા માટે ભાજપનો મહિલા મોરચો બૂથ સ્તર સુધી સત્યનારાયણ કથા (Satyanarayan Katha) કરાવી રહ્યો છે. સત્યનારાયણની કથા સાંભળ્યા પછી પ્રસાદમાં શીરો આરોગો અને ભાજપને મત આપો તેવો સંદેશો પણ આપવામાં à
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ભાજપ (BJP) હવે મતદારો માટે સત્યનારાયણની કથા પણ કરાવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારોને સીધી જ રીતે કનેક્ટ કરવા માટે ભાજપનો મહિલા મોરચો બૂથ સ્તર સુધી સત્યનારાયણ કથા (Satyanarayan Katha) કરાવી રહ્યો છે. સત્યનારાયણની કથા સાંભળ્યા પછી પ્રસાદમાં શીરો આરોગો અને ભાજપને મત આપો તેવો સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે.
વિધાનસભા ચૂંટણીને લઇ મહિલા મોરચો એક્શનમાં
વિધાનસભા 2022ની ચૂંટણી નો રણસંગ્રામ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા નિતનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ ત્રિપાંખિયા જંગમાં નેતાઓ અને કાર્યકરોના માટે જવાબદારી પણ વધી રહી છે. ગુજરાત ભાજપના મહિલા મોરચા દ્વારા પણ આ ચૂંટણીમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
બુથ લેવલે યોજાશે સત્યનારાયણની કથા
મહિલા મોરચાની મહિલાઓ એક અનોખો પ્રચાર કરી રહી છે. મહિલા મોરચાની મહિલાઓ અન્ય મહિલાઓ સુધી પહોંચવા માટે બુથ લેવલે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અન્ય મહિલાઓ સુધી પહોંચી શકે તે માટે બુથ લેવલે 'સત્ય નારાયણ' કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેવું છે આયોજન
મહિલા મોરચા દ્વારા મહિલાઓ સુધી પહોંચવા માટે ભક્તિનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. 'સત્ય નારાયણ' કથા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરેક ગામના દરેક વોર્ડમાં કરવામાં આવશે. દરેક બૂથમાં પણ 'સત્યનારાયણ' કથા કરવામાં આવશે. કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
શા માટે 'સત્યનારાયણ' કથા?
મહિલાઓમાં આમ પણ ભક્તિભાવ હોય છે. ભક્તિને કારણે મહિલાઓ એક સાથે ભેગી પણ થતી હોય છે. તેથી જો ભક્તિનો માર્ગ અપનાવવામાં આવે તો મહિલાઓ સુધી ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચાડવાની આસાની થાય. આ ઉપરાંત મહિલાઓને ભાજપની નીતિરીતિ વિશે પણ માહિતગાર કરવાની આસાની રહે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement