Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક 'વ્યાસે' ભાજપ છોડ્યો, એક 'વ્યાસે' કોંગ્રેસને છોડી

ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ઝટકો ગુજરાત કોંગ્રેસના નેતા હિંમાશુ વ્યાસે આપ્યું રાજીનામુંઅવગણનાના કારણે હિંમાશું વ્યાસે પક્ષ છોડયો આજે જ તેઓ ભાજપમાં જોડાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે રોજ નવા સમીકરણો બની રહ્યા છે. નારાજ નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે શનિવારે સવારે કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો હતો. કોંગ્રેસના સિનીયર ને
એક  વ્યાસે  ભાજપ છોડ્યો  એક  વ્યાસે  કોંગ્રેસને છોડી
  • ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ઝટકો 
  • ગુજરાત કોંગ્રેસના નેતા હિંમાશુ વ્યાસે આપ્યું રાજીનામું
  • અવગણનાના કારણે હિંમાશું વ્યાસે પક્ષ છોડયો 
  • આજે જ તેઓ ભાજપમાં જોડાશે 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે રોજ નવા સમીકરણો બની રહ્યા છે. નારાજ નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે શનિવારે સવારે કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો હતો. કોંગ્રેસના સિનીયર નેતા હિંમાશુ વ્યાસે (Himashu Vyas) પક્ષ દ્વારા સતત થઇ રહેલી અવગણનાના કારણે રાજીનામું આપી દીધું હતું. હિમાશું વ્યાસ આજે જ ભાજપમાં જોડાશે.
એક વ્યાસે ભાજપ છોડ્યો
શનિવારે સવારે જ ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસના સિનીયર નેતા હિંમાશુ વ્યાસે રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાશે. જેનાથી સોશિયલ મીડિયામાં ચર્ચા શરુ થઇ હતી કે એક 'વ્યાસે' ભાજપ છોડયું અને 'બીજા વ્યાસે' કોંગ્રેસ છોડી 
વિદ્યાર્થી નેતા તરીકે શરુઆત 
હિમાંશુ વ્યાસે ગુજરાત યુનિવર્સીટીમાંથી વિદ્યાર્થી નેતા તરીકે તેમના રાજરાકારણ જીવનની શરુઆત કરી હતી. તેમણે 1984માં કોંગ્રેસ પક્ષમાં કાર્ય કરવાની શરુઆત કરી હતી. તેઓ 1989થી 95 સુધીમાં NSUI માં ગુજરાતના પ્રેસિડેન્ટ રહ્યા હતા. ત્યારબાદ GPCCમાં મીડિયા વિભાગમાં જનરલ સેક્રેટરી તરીકે કામગિરી કરી હતી. 
AICCના સેક્રેટરી હતા
હાલ તેઓ AICCના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા હતા તથા ઇન્ડીયન ઓવરસિઝ કોંગ્રેસના ઇન્ચાર્જ પણ હતા. 
આજે જ ભાજપમાં જોડાશે
હિંમાશું વ્યાસ આજે બપોરે જ ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેઓ બપોરે ભાજપના નેતાઓની હાજરીમાં કેસરીયો ધારણ કરશે. 
Advertisement
Tags :
Advertisement

.